નૌપાડા પોલીસે તાત્કાલિક ફાયર-બ્રિગેડના અધિકારીઓ સાથે મળીને મૃતદેહને બહાર કઢાવી પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો
તલાવપાળી નજીકથી મળેલી ડેડ-બૉડી
થાણે-વેસ્ટના તલાવપાળી વિસ્તારમાં ગઈ કાલે સવારે ૬૦ વર્ષના દેખાતા પુરુષની ડેડ-બૉડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નૌપાડા પોલીસે તાત્કાલિક ફાયર-બ્રિગેડના અધિકારીઓ સાથે મળીને મૃતદેહને બહાર કઢાવી પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દે આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે. આ પુરુષ કોણ છે અને તેનો મૃતદેહ આ વિસ્તારમાં કઈ રીતે આવ્યો એની તપાસ કરી રહ્યા છીએ.
ડેડ-બૉડીની ઓળખ કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ એમ જણાવતાં નૌપાડાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અભય મહાજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે તલાવપાળીમાં બોટિંગ સેન્ટર નજીક એક પુરુષની ડેડ-બૉડી પાણીમાં તરતી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં અમે જવાહરબાગ ફાયર-બ્રિગેડ સાથે પહોંચી ડેડ-બૉડીને બહાર કાઢી થાણે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપી હતી.
ADVERTISEMENT
ડેડ-બૉડીની ઓળખ થઈ નથી. આવા ભરચક વિસ્તારમાં આ ડેડ-બૉડી અહીં સુધી કઈ રીતે આવી અને એ પુરુષનું મૃત્યુ કઈ રીતે થયું એની માહિતી કઢાવવામાં આવી રહી છે.’