હિન્દુત્વના નામે BMCની ચૂંટણી લડવા માગતા ઉદ્ધવ ઠાકરેના હાથમાં એક મુદ્દો આવ્યો : એને લીધે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને પ્રેસ-કૉન્ફરન્સ લઈને BJPની ટીકા કરી, સામે BJPએ પણ કહી દીધું કે હિન્દુઓનું કોઈ મંદિર તોડવામાં નહીં આવે
ઉદ્ધવ ઠાકરે
દાદરમાં રેલવેની હદમાં આવેલું ૮૦ વર્ષ જૂનું હનુમાનનું મંદિર તોડી પાડવાની રેલવેએ નોટિસ મોકલી હોવાથી હવે હિન્દુત્વના નામ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી લડવા માગતા ઉદ્ધવ ઠાકરેના હાથમાં મુદ્દો આવી ગયો છે અને એટલે જ તેમણે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી (BJP)ને નિશાન બનાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘દાદરમાં રેલવેએ ૮૦ વર્ષ જૂના હનુમાનના મંદિરને તોડી પાડવા માટે નોટિસ મોકલી છે એ વિશે દેવેન્દ્ર ફડણવીસ કેમ ચૂપ છે? એક હૈં તો સેફ હૈંનું શું થયું? મહાયુતિના રાજમાં મંદિરો પણ સલામત નથી.’