મૂળ શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ ૧૮ જૂને પહેલી વાર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે - યુબીટી)ની એક્ઝિક્યુટિવ મીટિંગ યોજાઈ રહી હોવાનું પાર્ટીનાં સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે
મુંબઈ (પી.ટી.આઇ.) : મૂળ શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ ૧૮ જૂને પહેલી વાર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે - યુબીટી)ની એક્ઝિક્યુટિવ મીટિંગ યોજાઈ રહી હોવાનું પાર્ટીનાં સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું. વરલીમાં યોજાનારી આ મીટિંગને શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે સંબોધશે એવો નિર્ણય મુંબઈમાં પાર્ટીના જિલ્લાધ્યાક્ષની મીટિંગમાં લેવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યના તાલુકા સ્તરથી ઉપરના પદાધિકારીઓ આ મીટિંગમાં હાજર રહેશે. મીટિંગમાં આગળનો રાજકીય માર્ગ અને સંગઠનની મજબૂતી વિશે પણ ચર્ચા કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે ૧૯ જૂને મૂળ શિવસેનાના સ્થાપના દિને પણ ષણ્મુખાનંદ હૉલમાં સંમેલનને સંબોધશે.
આવતા મહિને પાર્ટી સમગ્ર રાજ્યમાં ‘ચાવડી આંદોલન’નું આયોજન કરશે. આ આંદોલન દ્વારા પક્ષના કાર્યકર્તાઓ લોકોને સમજાવશે કે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો કઈ રીતે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથની તરફેણમાં હતો.