Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે આ કારણસર હૉસ્પિટલમાં દાખલ, આદિત્ય ઠાકરેએ આપી માહિતી

પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે આ કારણસર હૉસ્પિટલમાં દાખલ, આદિત્ય ઠાકરેએ આપી માહિતી

Published : 14 October, 2024 05:46 PM | Modified : 14 October, 2024 05:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Uddhav Thackeray Hospitalized: 20 જુલાઈ 2012ના રોજ ઉદ્ધવ ઠાકરે પર પહેલી વખત એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પછી આ વર્ષે નવેમ્બરમાં તેમના પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવવાની હતી.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)


મહારાષ્ટ્રના રાજકીય જગતમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray Hospitalized) તેમના અગાઉના તબીબી ઇતિહાસ સંબંધિત નિયમિત આરોગ્ય તપાસ માટે સોમવારે મુંબઈની સર એચએન રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રોએ આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને આજે જ રજા આપવામાં આવે તેવી શક્યતા છે. "મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ (Uddhav Thackeray Hospitalized) ઉદ્ધવ ઠાકરેને તેમના અગાઉના તબીબી ઇતિહાસ સાથે સંબંધિત નિયમિત તપાસ માટે સર HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને આજે પછીથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે," શિવસેના (UBT) ના સૂત્રોએ ANIને માહિતી આપી. ઉદ્ધવ ઠાકરેના દીકરા અને પક્ષના નેતા આદિત્ય ઠાકરેએ માહિતી આપી હતી કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાની હૉસ્પિટલની મુલાકાત પૂર્વ આયોજિત વિગતવાર તપાસ માટે હતી અને તે એકદમ સ્વસ્થ છે. શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.



યુબીટી વડાને લઈને એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે હૉસ્પિટલમાં દાખલ (Uddhav Thackeray Hospitalized) કર્યા બાદ ડૉકટરોએ તેમના હૃદયની તપાસ કરી હતી જે બાદ તેમના પર એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. ઉદ્ધવ ઠાકરેના હૃદયમાં બ્લૉકેજની ફરિયાદ મળી હતી. આ પછી તબીબોએ આજે જ તેમના પર એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોએ આપેલી માહિતી મુજબ તેમને આજે જ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. 20 જુલાઈ 2012ના રોજ ઉદ્ધવ ઠાકરે પર પહેલી વખત એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પછી આ વર્ષે નવેમ્બરમાં તેમના પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવવાની હતી.



ઉદ્ધવ ઠાકરેની 12 ઓક્ટોબરે યોજાયેલી દશેરા રેલીથી (Uddhav Thackeray Hospitalized) તબિયત ખરાબ હતી એવું કહેવામાં આવી રહ્યું છે. અગાઉ 2016 માં, ઠાકરેને મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યાં તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને પગલે તેઓ પ્રચારમાં વ્યસ્ત રહેવાના છે, જોકે તેઓ આ વર્ષે કદાચ ઓછી સભામાં સામેલ થાય એવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. તેમ જ ઉદ્ધવ ઠાકરેને બદલે તેમના દીકરા આદિત્ય સહિત પક્ષના બીજા નેતાઓ વધુ ચૂંટણી પ્રચાર માટે તૈયાર છે.

હાલમાં એક સભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, "ભાજપની હાલત એટલી ખરાબ છે કે તેઓ ચોરો અને દેશદ્રોહીઓના નેતૃત્વમાં ચૂંટણી લડવા માટે મજબૂર છે. મહાયુતિને પહેલા તેમના સીએમ ચહેરાની (Uddhav Thackeray Hospitalized) જાહેરાત કરવા દો પછી અમે તમને બધાને જણાવીશું કે અમારો સીએમ ચહેરો કોણ છે. સરકારમાં હોવાથી, મહાયુતિએ પહેલા તેમના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરવી જોઈએ."

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2024 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK