ભૂતપૂર્વ નગરસેવિકા રાજુલ પટેલ ઉપરાંત અનેક લોકો જોડાયા શિંદેસેનામાં
રાજુલ પટેલ અને એકનાથ શિંદે
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને ગઈ કાલે વધુ એક ઝટકો લાગ્યો હતો. ધર્મવીર આનંદ દીઘેની જયંતી નિમિત્તે ગઈ કાલે થાણેમાં આનંદ આશ્રમમાં જોગેશ્વરી વિસ્તારનાં ત્રણ વખતનાં ભૂતપૂર્વ ગુજરાતી નગરસેવિકા રાજુલ પટેલ સહિત જુદા-જુદા વિસ્તારના ઉદ્ધવસેનાના ૪૦ પદાધિકારી અને ૫૦ કાર્યકરો ઉપરાંત મહારાષ્ટ્રના મીરા-ભાઈંદર, ઇગતપુરી, ત્ર્યંબકેશ્વર અને માલેગાવ સહિતના ભાગોના ૨૦૦ જેટલા કાર્યકરોએ પણ શિંદેસેનામાં પ્રવેશ કર્યો હતો. રાજુલ પટેલે ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ૨૦૨૪માં વર્સોવા બેઠકમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ટિકિટ નહોતી આપી એટલે તેઓ નારાજ હતાં.

