બન્ને વિસ્તારમાં નાનાં બાળકો અને સિનિયર સિટિઝનોને જરૂર ન હોય તો એકલાં બહાર નીકળવાની પણ ના પાડવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર રેલવેના એક અધિકારી અને મહાલક્ષ્મીમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીના બાળક પર ગઈ કાલે વાંદરાઓએ હુમલો કરીને તેમને ઘાયલ કર્યાં હતાં. વાંદરાના આ હુમલાને કારણે બન્ને જણને હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં. વાઇલ્ડલાઇફ વેલ્ફેરની રેસ્ક્યુ ટીમના સભ્યોએ આ બન્ને વિસ્તારોમાં જઈને વાંદરાઓને પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. એક વાર વાંદરાઓ પકડાઈ ગયા બાદ એમની મેડિકલ કરીને જંગલમાં છોડી દેવામાં આવશે. સત્તાવાળાઓએ વાંદરાઓને કંઈ પણ ખાવાનું ન આપવાની લોકોને અપીલ કરી છે. આ સિવાય બન્ને વિસ્તારમાં નાનાં બાળકો અને સિનિયર સિટિઝનોને જરૂર ન હોય તો એકલાં બહાર નીકળવાની પણ ના પાડવામાં આવી છે.