નાલાસોપારા (ઈસ્ટ)માં સ્ટેશનના પરિસરમાંથી એક જ નંબર ધરાવતી બે રિક્ષાઓ વસઈની ટ્રાફિક-પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.
નાલાસોપારામાં એક જ નંબર ધરાવતી બે રિક્ષા જપ્ત કરવામાં આવી.
નાલાસોપારા (ઈસ્ટ)માં સ્ટેશનના પરિસરમાંથી એક જ નંબર ધરાવતી બે રિક્ષાઓ વસઈની ટ્રાફિક-પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. નાલાસોપારામાં રહેતા લક્ષ્મણ હાતેકર ઉર્ફે નાના અને દીનાનાથ યાદવની તુલિંજ પોલીસે આઇપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગેરકાયદે રીતે મુસાફરોને ઑટોમાં બેસાડવા બદલ ધરપકડ કરી છે. આ બન્ને છેલ્લા કેટલાય મહિનાઓથી રિક્ષા ચલાવી રહ્યા હતા. ટ્રાફિક-પોલીસના ચેકિંગ વખતે ડૉક્યુમેન્ટ્સ તપાસતાં એક રિક્ષાનો ડ્રાઇવર ડૉક્યુમેન્ટ્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગર રિક્ષા ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બન્ને આરોપીઓને વસઈ કોર્ટમાં હાજર કરતાં તેમને પોલીસ-કસ્ટડીનો આદેશ અપાયો છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)