પૂજા ચવાણ કેસમાં બે જણની ધરપકડ
પૂજા ચવાણ
પૂજા ચવાણના કથિત આત્મહત્યાના મામલામાં પુણે પોલીસે યવતમાળ અને બીડમાંથી બે યુવાનની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બંને આરોપીની પોલીસ પૂછપરછ કરીને તેમનો આ મામલામાં શું સંબંધ છે અને પૂજાએ શા માટે આ પગલું ભર્યું હતું એ જાણવાનો પ્રયાસ કરશે. બેમાંથી એક આરોપી શિવસેનાના પ્રધાન સંજય રાઠોડના કાર્યકર્તા અરુણ રાઠોડનો સંબંધી હોવાનું કહેવાય છે.

