Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્લાસ્ટિકના વેપારીના બાવીસ લાખ રૂપિયા લૂંટાયા

પ્લાસ્ટિકના વેપારીના બાવીસ લાખ રૂપિયા લૂંટાયા

Published : 04 February, 2023 09:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅનેજર માલિકના ઘરે આખા દિવસમાં ભેગા કરેલા પૈસા પહોંચાડવા રિક્ષામાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યો બાઇકસવાર બૅગ લઈને પલાયન થઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

Andheri

પ્રતીકાત્મક તસવીર



મુંબઈ : અંધેરીમાં પ્લાસ્ટિકનો વ્યવસાય કરતા વેપારી પાસે કામ કરતો મૅનેજર માલિકના ઘરે આખા દિવસમાં ભેગા કરેલા બાવીસ લાખ રૂપિયા પહોંચાડવા રિક્ષામાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યો બાઇકસવાર તેની બાજુમાં આવીને ધોળે દિવસે બૅગ લઈને પલાયન થઈ ગયો હતો. મૅનેજરે એ પછી માલિકને આ ઘટનાની જાણ કરીને જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી કરી હતી. જોકે હાલમાં આરોપીની ધરપકડ થઈ નથી.
કાંદિવલી-ઈસ્ટમાં ઠાકુર વિલેજ નજીક એક સોસાયટીમાં રહેતા દિનેશ ઠાકરે કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં ૪૬ વર્ષથી તેઓ અંધેરી-ઈસ્ટમાં સહાર રોડ પર રૂપલ પ્લાસ્ટિક લિમિટેડ નામની કંપનીમાં મૅનેજર છે. આ કંપનીના માલિક હેમંત અને કાહન મહેતા છે. પહેલી ફેબ્રુઆરીએ ઑફિસનું કામ પત્યા પછી દિવસમાં ભેગા થયેલા આશરે બાવીસ લાખ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. એ પછી માલિકના જણાવ્યા અનુસાર સાંજે સાડાછ વાગ્યે ઑફિસ બંધ કર્યા પછી તમામ પૈસા માલિકના ઘરે આપવાના હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બહાર ટૉકીઝ પાસેથી કાંદિવલી-ઈસ્ટ જવા માટે રિક્ષા પકડી હતી. એ રિક્ષા સાત વાગ્યે મોગરા મેટ્રો સ્ટેશન નજીક પહોંચતાં ટ્રાફિક જૅમ હોવાથી ધીમી થઈ હતી. ત્યારે અજાણ્યો બાઇકસવાર હેલ્મેટ પહેરીને તેમની નજીક આવ્યો હતો અને પૈસાની બૅગ ખેંચી હતી. દિનેશભાઈએ એ આપવાનો ઇનકાર કરતાં આવેલા યુવકે ખિસ્સામાંથી કોઈ હથિયાર મારવા માટે કાઢતો હોવાનો ઢોંગ કર્યો હતો. એનાથી દિનેશભાઈ ડરી ગયા હતા અને પોતાની પાસે પડેલી બૅગ તે યુવાનને આપી દીધી હતી. એ પછી આવેલો યુવાન બૅગ લઈને ત્યાંથી નાસી ગયો હતો. દિનેશભાઈએ માલિકને આ ઘટનાની જાણ કરતાં તેમણે જોગેશ્વરી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું.
જોગેશ્વરી  પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ કેસમાં કોઈ જાણભેદુ હોવાની શક્યતા છે. અમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK