ટ્યુશનમાં સ્ટુડન્ટને પૉર્ન ફિલ્મ બતાવનારા ટીચરની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
ટ્યુશનમાં આવેલી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીને પૉર્ન ક્લિપ બતાવવા બદલ દાદર પોલીસે ૨૮ વર્ષના ટ્યુશન-ટીચરની ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીએ ઘરે જઈને આ ઘટના વિશે તેની મમ્મીને જાણ કરતાં ઘટના બહાર આવી હતી. દાદર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ટીચર પર વિનયભંગનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે ‘ગુરુવારે સવારે નવમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષની કિશોરી અભ્યાસ કરવા ટ્યુશન-ટીચરના ઘરે ગઈ હતી. એ દરમ્યાન ટીચરના ઘરે કોઈ નહોતું એનો ફાયદો ઉઠાવીને ટીચરે કિશોરીને મોબાઇલ પર એક અશ્લીલ ક્લિપ બતાવીને તેની છેડતી કરી હતી એટલે કિશોરી ગભરાઈ હતી. ટીચરે તેને ધમકી આપી હતી કે આ વિશે તે કોઈને જાણ ન કરે. ગભરાયેલી કિશોરીએ ઘરે આ બનાવ વિશે તેની માતાને કહ્યું હતું. ત્યાર બાદ માતાએ દાદર પોલીસ-સ્ટેશનમાં ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
દાદર પોલીસ-સ્ટેશનના ઇસ્પેક્ટર જ્ઞાનેક્ષર અરગાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ ઘટનાની તેની માતાની ફરિયાદ પરથી ટીચર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

