વધુ તપાસ ચાલી રહી છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ૪.૨૦ લાખ રૂપિયાના ૪૨ કિલો ગાંજાના કથિત કબજા સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ કદમે જણાવ્યું હતું કે ‘એક ટિપના આધારે અમે શનિવારે ઘોડબંદર રોડ પર છટકું ગોઠવ્યું હતું અને ત્રણે આરોપીને ગાંજો વેચતા પકડી લીધા હતા. તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ ગાંજો ક્યાંથી મેળવ્યો હતો અને કોને વેચવાની યોજના બનાવી હતી એ શોધવા માટે તપાસ ચાલી રહી છે.’