દેશભરમાં દિવાળીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલે રાત્રે નવી મુંબઈના ઉલવેમાં આવેલા એક ઘરમાં ગૅસ-સિલિન્ડર ફાટતાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મૃત્યુ થવાની કરુણ ઘટના બની હતી
નવી મુંબઈના ઉલવેમાં આવેલા એક ઘરમાં ગૅસ-સિલિન્ડર ફાટતાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મૃત્યુ થવાની કરુણ ઘટના બની
દેશભરમાં દિવાળીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલે રાત્રે નવી મુંબઈના ઉલવેમાં આવેલા એક ઘરમાં ગૅસ-સિલિન્ડર ફાટતાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મૃત્યુ થવાની કરુણ ઘટના બની હતી. જીવ ગુમાવનારાઓમાં માતા અને તેની ૧૫ વર્ષની પુત્રી અને ૮ વર્ષના પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનાથી આસપાસમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ફાયર-બ્રિગેડના જણાવ્યા મુજબ ઘરમાં રાખવામાં આવેલાં પાંચ-પાંચ કિલોનાં બે ગૅસ-સિલિન્ડર બ્લાસ્ટ થવાને લીધે ઘરમાં આગી લાગી હતી. આગમાં બે લોકોના ઘરમાં જ સખત દાઝી જવાથી તો એકનું મૃત્યુ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે. આગ ઝડપથી ફેલાઈ હતી એટલે આસપાસના લોકોએ પાણી નાખીને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને સફળતા નહોતી મળી.