Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાફિક પોલીસે મુંબઈમાં શોધ્યાં ૪૮ બ્લૅક-સ્પૉટ

ટ્રાફિક પોલીસે મુંબઈમાં શોધ્યાં ૪૮ બ્લૅક-સ્પૉટ

Published : 15 October, 2023 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં લોકોને સાવચેત કરવા પગલાં લેવાતાં હોય છે અને સાઇન-બોર્ડ પણ મૂકવામાં આવતાં હોય છે

ટ્રાફિક પોલીસે મુંબઈમાં શોધ્યાં ૪૮ બ્લૅક-સ્પૉટ

ટ્રાફિક પોલીસે મુંબઈમાં શોધ્યાં ૪૮ બ્લૅક-સ્પૉટ



મુંબઈ ઃ ટ્રાફિક પોલીસ દ્વારા ૫૦૦ મીટરના સ્ટ્રેચના એક જ સ્પૉટ પર છેલ્લાં ત્રણ વર્ષમાં પાંચ ગંભીર અકસ્માત થયા હોય અને ૧૦ લોકોનાં મૃત્યુ થયાં હોય એવા સ્પૉટને બ્લૅક-સ્પૉટ તરીકે ઓળખી કાઢવામાં આવતા હોય છે અને ત્યાં લોકોને સાવચેત કરવા પગલાં પણ લેવાતાં હોય છે અને સાઇન-બોર્ડ પણ મૂકવામાં આવતાં હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા મુંબઈમાં પણ આવાં ૪૮ બ્લૅક-સ્પૉટ શોધી કઢાયાં છે. દર ત્રણ મહિને એનો સર્વે કરાય છે અને ત્યાર બાદ એની માહિતી ટ્રાન્સપોર્ટને લગતી અને સરકારી એજન્સીઓ સાથે શૅર કરાય છે. બીએમસી દ્વારા આવાં ૨૦ બ્લૅક-સ્પૉટ, જેમાં રસ્તા ક્રૉસ થતા હોય એવા જંક્શનનો પણ સમાવેશ થાય છે, રિપેર કરીને અને ત્યાં જરૂરી પગલાં લઈને અકસ્માત ઘટાડવાના પ્રયાસ કરાયા છે. એ કામ બીએમસીએ બ્લુમબર્ગ ફિલેન્થ્રોપીઝ ઇનિશ્યેટિવ ફૉર ગ્લોબલ રોડ સેફ્ટીની પાર્ટનરશિપમાં હાથ ધર્યું હતું.  
રાજ્યમાં ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૩માં રોડ-અકસ્માતમાં ૧૫,૨૨૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના માટે ૧૦૦૪ બ્લૅક-સ્પૉટ જવાબદાર હોવાનું જણાઈ આવ્યું હતું. હાઇવે ઑથોરિટીના એક સર્વેમાં આ બાબત સામે આવી હતી અને એ કઈ રીતે ઘટાડી શકાય જેથી અકસ્માત ઓછા થાય એનાં પગલાં લેવાઈ રહ્યાં છે.  
સૌથી વધારે બ્લૅક-સ્પૉટ ઔરંગાબાદમાં જણાઈ આવ્યાં છે. ત્યાં ૬૪ બ્લૅક-સ્પૉટ છે. બીજા નંબરે અહમદનગરમાં ૫૬, ધુળેમાં ૫૪, નવી મુંબઈમાં ૫૩ અને મુંબઈમાં ૪૮ બ્લૅક-સ્પૉટ હોવાનું જણાઈ આવ્યું છે. 
આ સર્વેમાં સૌથી વધુ અકસ્માત કયા સમયે થાય છે એની પણ નોંધ લેવામાં આવી હતી. એમાં જણાઈ આવ્યું હતું કે સાંજે છથી રાતના નવ વાગ્યા દરમ્યાન સૌથી વધારે અકસ્માત થાય છે. ૨૦૨૨ના એક જ વર્ષમાં રાજ્યના કુલ ૩૩,૩૮૩ અકસ્માતમાંથી સૌથી વધુ ૬૬૬૬ અકસ્માત આ સમયગાળામાં થયા હતા, જ્યારે બપોરના ત્રણથી સાંજના છ વાગ્યા દરમ્યાન ૫૬૯૬. બપોરના ૧૨થી ત્રણ વાગ્યા દરમ્યાન ૪૯૮૭ અકસ્માત થયા હોવાનું સર્વેમાં જણાઈ આવ્યું છે, જ્યારે પરોઢિયે ત્રણથી સવારના છ વાગ્યા દરમ્યાન સૌથી ઓછા ૧૬૧૦ અકસ્માત થયા હોવાનું નોંધાયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2023 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK