Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai-Goa Highway પર વાહનોનો ચક્કાજામ- ન્યુ યર ઉજવવા ઉમટ્યાં લોકો

Mumbai-Goa Highway પર વાહનોનો ચક્કાજામ- ન્યુ યર ઉજવવા ઉમટ્યાં લોકો

Published : 31 December, 2024 12:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai-Goa Highway પર નવા વર્ષની ઉજવણી પહેલા વાહનોના ધસારાને કારણે ટ્રાફિકની જૅમની સમસ્યા બની છે.

મુંબઈ-ગોવા હાઇવે

મુંબઈ-ગોવા હાઇવે


આજે વર્ષ 2024નો અંતિમ દિવસ હોઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટાભાગનાં લોકો ગોવા જતાં હોય છે. આ જ કારણોસર મુંબઈ-ગોવા નેશનલ હાઇવે (Mumbai-Goa Highway) પર ટ્રાફિક જૅમ થતો હોય છે. ફરી એકવાર મુંબઈ-ગોવા હાઈવે પર નવા વર્ષની ઉજવણી પહેલા વાહનોના ધસારાને કારણે ટ્રાફિકની જૅમની સમસ્યા બની છે. એકબાજુ અહીં રોડ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, એવા પણ અહેવાલ સામે આવ્યા છે. 


ગોવા અને અલીબાગ જવા લોકોની ભીડ



પ્રાપ્ત માહિતી અનુસાર નવા વર્ષની ઉજવણી કરવા માટે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગોવા અને અલીબાગ જવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા છે. સોમવારે પણ મુંબઈ નજીક (Mumbai-Goa Highway) લોનરે, માનગાંવ અને ઈન્દાપુર પોઈનાડના રસ્તાઓ પર ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઇ હતી.


મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાયઝરી જારી કરી 

નવા વર્ષની ઉજવણી પહેલા મુંબઈ પોલીસે સોમવારે સાઉથ બોમ્બેમાં વાહનચાલકો માટે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી હતી. તમને જણાવી દઈએ કે પોલીસે સાઉથ મુંબઈમાં ટ્રાફિક પ્રતિબંધોની યાદી બહાર પાડી જણાવ્યું હતું કે અમુક ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવશે જે 31મી ડિસેમ્બર, 2024નાં 15.00 કલાકથી 1લી જાન્યુઆરી, 2025 ના 06:00 કલાક સુધી રહેશે. 


ટ્રાફિક બાબતે જારી કરવામાં આવેલી સૂચનામાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી દરમિયાન ટ્રાફિક ફ્લો (Mumbai-Goa Highway)ને સુગમ બનાવવા માટે તેમ જ રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ જેવા ઇમરજન્સી વાહનો સિવાય એમ્બ્યુલન્સ વગેરે અને અમુક ટ્રાફિક નિયમો  લાગુ કરવામાં આવી રહ્યા છે.
આ સાથે જ નવા વર્ષની 2025ની ઉજવણી માટે કેટલાક રસ્તાઓ પર નો પાર્કિંગ કરવામાં આવ્યું છે તો ક્યાંક રસ્તાઓ બંધ કરાયા છે. તેમજ પાર્કિંગની વ્યવસ્થા સહિત ટ્રાફિક પ્રતિબંધો કરવામાં આવી રહ્યા છે.

કોલાબા અને મરીન ડ્રાઇવ ટ્રાફિક ડિવિઝન હેઠળ પાર્કિંગની કોઈ સગવડ હશે નહીં, લોકોને જાહેર પરિવહનનો ખાસ ટ્રેન/લોકલ ટ્રેનનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે, પોલીસે જણાવ્યું હતું.

પ્રાઇવેટ બસોનાં ભાવ આસમાને – ટ્રેનોમાં રિઝર્વેશન ફૂલ 

Mumbai-Goa Highway: મુંબઈકરો નવા વર્ષની ઉજવણીમાં કઈ જ બાકી નથી રાખતા હોતા. આ વર્ષે તો બસોનાં ભાડા પણ વધારી દેવામાં આવ્યા છે. માટે જ નવા વર્ષની ઉજવણી માટે કોંકણ, ગોવા જવા માટે વધુ પૈસા ખર્ચાઈ શકે છે, કારણ કે ખાનગી બસોના ભાડા આસમાને પહોંચ્યા છે, વંદે ભારત, જનશતાબ્દી, કોંકણ કન્યા, તેજસ જેવી લોકપ્રિય ટ્રેનોનું મુંબઈથી ગોવા સુધીનું રિઝર્વેશન ફૂલ થઈ ગયું છે. મુંબઈથી ગોવા બસનું ભાડું તો સામાન્ય રીતે રૂ. 800થી રૂ. 1,000ની વચ્ચે હોય છે, તે હવે રૂ. 2,000થી વધીને રૂ. 5,000 કરી દેવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2024 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK