સાનપાડામાં સેક્ટર પાંચમાં પારસિક ચૌક પર રસ્તા પાક્કા કરવાનું કામ કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
પારસિક બેન્ક ચોકથી ( Navi Mumbai traffic news) સાનપાડા ગાંવ સુધી આવાગમન એક અઠવાડિયા સુધી બંધ રહેશે કારણકે નવી મુંબઈ નગર નિગમ (NMMC) સાનપાડામાં સેક્ટર 5માં પારસિક ચૌક પર રસ્તા પાક્કાં કરવાનું કામ કરશે.
નવી મુંબઈ પોલીસ આવાગમન વિભાગ દ્વારા અધિસૂચના જાહેર કરવામાં આવી છે અને તેના કારણે રસ્તા 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2023 સુધી, આવાગમન માટે બંધ રહેશે. આ રસ્તા પર દરેક પ્રકારના મોટર ચાલકોનું આવાગમન પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જો કે, આવાગમન વિભાગે આ દરમિયાન વાહન ચાલકોને અસુવિધાથી બચવા માટે વૈકલ્પિક માર્ગની સલાહ આપી છે. મોટર ચાલક વૈકલ્પિક માર્ગ તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ચૌક અને ગજાનન ચૌકનો ઉપયોગ કરી શકે છે. નવી મુંબઈ આવાગમન વિભાગે મોટર ચાલકોને ઉક્ત આવાગમન પરિવરત્નો પ્રમાણે પોતાના વાહનો ચલાવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : Photos: ગુલમર્ગમાં હિમસ્ખલન, અનેક લોકોના ફસાયાની શક્યતા