ક્વૉલિસ ઊંધી વળી જઈને આગળ ઊભેલા ટૅન્કર સાથે જોશભેર અથડાઈ હતી.
અકસ્માત
રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર (RCF) પોલીસ-સ્ટેશનની હદમાં આવતા માહુલ ગાવમાં શંકર દેવ રોડ પરના ગવ્હાણપાડાથી વાશી નાકા તરફ આવી રહેલી ક્વૉલિસનો ગઈ કાલે બપોરે બે વાગ્યે ઍક્સિડન્ટ થયો હતો. ૩૦ વર્ષના ડ્રાઇવર જાવેદ ખાને સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને ક્વૉલિસ ઊંધી વળી જઈને આગળ ઊભેલા ટૅન્કર સાથે જોશભેર અથડાઈ હતી.
શંકર દેવ વિસ્તાર અને લક્ષ્મીનગરમાં રહેતા ૬ મિત્રો ક્વૉલિસમાં પ્રવાસ કરી રહ્યા હતા જેમાંથી ૨૩ વર્ષના હરિચંદન દિલીપ દાસ, ૩૦ વર્ષના પ્રમોદ શંકર પ્રસાદ અને ૪૦ વર્ષના હુસેન શેખનાં આ અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં; જ્યારે ડ્રાઇવર જાવેદ ખાન, ૩૦ વર્ષનો મનોજ મણિ કરન્ટમ અને ૩૯ વર્ષનો સંજય સુખર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે.