હમણાં દિવાળીની રજાઓ ચાલી રહી છે ત્યારે ગઈ કાલે અનેક મુંબઈગરા અને બહારગામથી આવેલા અનેક સહેલાણીઓ રાણીબાગ પહોંચી ગયા હતા.
રાણીબાગમાં જવા મળે એ માટે અનેક સહેલાણીઓ ગેટ પર ઊભા રહી ગયા હતા, પણ મૅનેજમેન્ટે દરવાજા નહોતા ખોલ્યા.
મુંબઈ : હમણાં દિવાળીની રજાઓ ચાલી રહી છે ત્યારે ગઈ કાલે અનેક મુંબઈગરા અને બહારગામથી આવેલા અનેક સહેલાણીઓ રાણીબાગ પહોંચી ગયા હતા. જોકે તેઓ ત્યાં ગયા ત્યારે તેમને આંચકો લાગ્યો હતો, કારણ કે રાણીબાગ બંધ હતો. રાણીબાગના મૅનેજમેન્ટ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું હતું કે રાણીબાગ મેઇન્ટેનન્સ માટે દર બુધવારે રહે છે. જો બુધવારે જાહેર રજા હોય તો એ દિવસે સહેલાણીઓ માટે રાણીબાગ ખુલ્લો હોય, પણ એ પછીના વર્કિંગ ડે એટલે કે ગુરુવારે એ બંધ રાખવામાં આવે છે. જોકે આ નિયમની બધા જ સહેલાણીઓને જાણ હોય એ જરૂરી નથી. ગઈ કાલે અનેક પરિવારો બાળકોને લઈને રાણીબાગ પહોંચ્યા હતા, પણ તેમણે નારાજ થઈને ત્યાંથી પાછા વળી જવું પડ્યું હતું.
ફરવા નીકળેલા અનેક સહેલાણીઓ ત્યાર બાદ ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ તેમને નિરાશા જ સાંપડી હતી. તેમને ગેટવે સુધી જવા જ દેવાતા નહોતા. આ બાબતે સ્થાનિક કોલાબા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય હાતીસ્કરે કહ્યું હતું કે ‘હાલ અહીં વીઆઇપી મૂવમેન્ટ હોવાને કારણે હેવી બંદોબસ્ત હોવાથી સહેલાણીઓ માટે ગેટવે બંધ રખાયો છે. શુક્રવારે પણ એ કન્ટિન્યુ રહેશે.’
ADVERTISEMENT
ગેટવે ઑફ ઇન્ડિયા જોવા પહોચેલા સહેલાણીઓએ પણ નિરાશ થવું પડ્યું હતું.