મુંબઈ-પૂણે એક્સપ્રેસવે(Mumbai-Pune Expressway)સૌથી વ્યસ્ત માર્ગમાંનો એક છે. અહીં રોજ આશરે દોઢ લાખ વાહનો પસાર થાય છે. પરંતુ આ એક્સપ્રેસવે પર પસાર થનારા લોકો માટે એક માઠા સમાચાર છે.
પ્રતિકાત્મક તસવીર
મહારાષ્ટ્ર(Maharashtra)નો મુંબઈ-પૂણે એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway)સૌથી વ્યસ્ત માર્ગમાંનો એક છે. અહીં રોજ આશરે દોઢ લાખ વાહનો પસાર થાય છે. પરંતુ આ એક્સપ્રેસવે પર પસાર થનારા લોકો માટે એક માઠા સમાચાર છે, કારણ કે અહીંનો ટૉલ ટેક્સ(Toll Tax)વધવાનો છે. મહારાષ્ટ્ર રાજય રસ્તા વિકાસ નિગમ(MSRDC)ના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વાહનનો ટૉલ એક એપ્રિલથી 18 ટકા વધી જશે.
એમએસઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સામાન્ય રીતે ટૉલમાં વાર્ષિક છ ટકાનો વધારો થતો હોય છે, પરંતુ દર ત્રણ વર્ષે વધારો થતો હોવાથી આ ટૉલ 18 ટકા વધશે, એવું 9 ઓગસ્ટ, 2004માં એક સરકારી અધિસુચનામાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
એક અધિકારીએ કહ્યું કે નવા ટૉલ પ્રમાણે કાર અને જીપ જેવા ફૉર વ્હિલર વાહનો માટે 270 રૂપિયાથી વધીને 320 રૂપિયા ટેક્સ અને મિની બસ અને ટેમ્પો જેવા વાહનો માટે 585 રૂપિયાથી વધીને 685 રૂપિયા ટૉલ ચૂકવવો પડશે.
આ પણ વાંચો: ઊભા રહી ગયા લોકો, થંભી ગયો ટ્રાફિક: પુણેમાં રસ્તાની વચોવચ કપલે કર્યો રોમાન્સ
આ સાથે જ બસો માટેનો ટૉલ 797 રૂપિયાથી વધીને 940 રૂપિયા થશે. થ્રી એક્સલ ટ્રકોનો ટૉલ 1380 રૂપિયાથી વધીને 1630 રૂપિયા અને મલ્ટી એક્સલ ટ્રક અને મશીનરી વાહનો માટે 1835થી વધીને 2165 રૂપિયા ટૉલ ચાર્જ થશે. અધિકારઓએ જણાવ્યું કે આ ટૉલ ચાર્જમાં 2023 સુધી કોઈ ફેરફાર કરવામાં આવશે નહી.
લગભગ 95 કિમી લાંબા અને છ લેનવાળો મુંબઈ-પુણે એક્સપ્રેસવે 2002માં સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયો હતો. ટૉલ પાંચ ટૉલ પ્લાજા પર એકત્ર કરવામાં આવે છે, જેમાંથી ખાલાપુર અને તાલેગાંવ મુખ્ય છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર રોજ આશરે દ઼ોઢ લાખ વાહનો પસાર થાય છે.