પોતાની કૉમિક ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા ટીકૂ તલસાણિયાને હાર્ટઅટેક આવ્યોના સમાચાર છે. અભિનેતાને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
ટીકૂ તલસાણિયા
પોતાની કૉમિક ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા ટીકૂ તલસાણિયાને હાર્ટઅટેક આવ્યોના સમાચાર છે. અભિનેતાને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. પણ હવે તેમની પત્ની દીપ્તિ તલસાણિયાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં સ્પષ્ટતા કરી કે આ હકીકતે હાર્ટ અટેક નહીં પણ બ્રેન સ્ટ્રોક હતો.
તેમણે કહ્યું, "તેમને હાર્ટ એટેક નહોતો આવ્યો પણ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ એક ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપવા ગયા હતા અને રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમની તબિયત ખરાબ થવા લાગી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા." ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેમની હાલત ગંભીર છે. તલસાણિયા છેલ્લે 2023 માં આવેલી ગુજરાતી સિરીઝ `વોટ ધ ફાફડા` માં જોવા મળ્યા હતા. આ સિરીઝ હાલમાં શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે અને તેમાં પ્રતીક ગાંધી, સંજય ગોરાડિયા, શ્રદ્ધા ડાંગર, નીલમ પંચાલ, ઈશાની દવે, પાર્થ પરમાર, ધ્રુવિન કુમાર, વિરાજ ઘેલાણી અને અન્ય કલાકારોએ અભિનય કર્યો છે.
ADVERTISEMENT
અન્ય એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું, "એ દિવસો ગયા જ્યારે કેબરે ડાન્સવાળી ફોર્મ્યુલા ફિલ્મો બનતી હતી, બે પ્રેમ ગીતો અને હાસ્ય કલાકારો આવતા અને પોતાનો ભાગ ભજવતા અને પછી જતા રહેતા. હવે બધું બદલાઈ ગયું છે. હવે બધું વાર્તા વિશે છે." - તે વાર્તા-કેન્દ્રિત બની ગયું છે. તેથી જ્યાં સુધી તમે વાર્તાનો ભાગ ન હોવ અથવા તમને એવી વ્યક્તિની ભૂમિકા ભજવવાની તક ન મળે જેની વાર્તા વાર્તા સાથે જોડાયેલી હોય, ત્યાં સુધી તમને કામ મળતું નથી. હું કામ કરવા માંગુ છું, પણ મને કામ મળતું નથી. મને યોગ્ય પ્રકારના કામની જરૂર છે. મને ભૂમિકાઓ મળી રહી નથી."
તેમણે ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી દિલ હૈ કે માનતા નહીં, ઉમર ૫૫ કી દિલ બચપન કા, બોલ રાધા બોલ, અંદાજ અપના અપના અને શ્રી બેચારા જેવી ફિલ્મોમાં હાસ્ય કલાકારની ભૂમિકાઓ ભજવી. ત્યારબાદ તેમણે ૧૯૯૭માં ઈશ્ક, ૨૦૦૧માં જોડી નંબર ૧ અને ૨૦૦૭માં પાર્ટનર જેવી અનેક વ્યાપારી રીતે સફળ ફિલ્મોમાં અભિનય કર્યો.
આ વરિષ્ઠ અભિનેતા ટીકૂ તલસાણિયાએ ટેલિવિઝન ઉદ્યોગમાં પણ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે સજન રે ફિર ઝૂટ મત બોલો, યે ચંદા કાનૂન હૈ, એક સે બઢકર એક અને જમાના બદલ ગયા હૈ જેવા ઘણા લોકપ્રિય શૉમાં કામ કર્યું. તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો, ટીકૂ તલસાણિયાએ દીપ્તિ સાથે લગ્ન કર્યા છે, જેની સાથે તેમને બે બાળકો છે, એક પુત્ર, સંગીતકાર રોહન તલસાણિયા અને એક પુત્રી, અભિનેત્રી શિખા તલસાણિયા, જેમણે વીરે દી વેડિંગ, કુલી નંબર 1 અને આઈ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. હેટ લવ સ્ટોરીઝમાં પણ તેમણે કામ કર્યું છે.