મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર એક માર્ગ-અકસ્માતમાં ૧૯થી ૨૨ વર્ષના ત્રણ યુવાનનાં મૃત્યુ થયાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર એક માર્ગ-અકસ્માતમાં ૧૯થી ૨૨ વર્ષના ત્રણ યુવાનનાં મૃત્યુ થયાં હતાં.
પાલઘર પોલીસના પીઆરઓ સચિન નાવડકરે જણાવ્યું હતું કે ‘શનિવારે રાતે ત્રણ યુવાન મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે સાતીવલી નજીક એક કન્ટેનર ટ્રકે એને ટક્કર મારી હતી. ગુજરાત તરફ આગળ વધી રહેલી ટ્રકની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકો સૂરજ ઠાકરે (૨૦ વર્ષ), મયૂર ઠાકરે (૧૯ વર્ષ) અને નરેશ ભોઈર (૨૨ વર્ષ) વિક્રમગડના રહેવાસી છે.’
મનોર પોલીસે ગુનો નોંધ્યો છે અને ટ્રકચાલકને પકડવાના પ્રયાસો ચાલુ છે.