Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીમાં રાજ્યની સરકારી સ્કૂલોમાં ત્રણ દિવસની રજા

ચૂંટણીમાં રાજ્યની સરકારી સ્કૂલોમાં ત્રણ દિવસની રજા

Published : 15 November, 2024 11:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭ નવેમ્બરે રવિવાર છે એટલે સરકારી સ્કૂલોમાં સળંગ ચાર દિવસની રજા રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના કામમાં મોટા પ્રમાણમાં સરકારી કે સુધરાઈ દ્વારા સંચાલિત સ્કૂલોના શિક્ષકોને કામે લગાવવામાં આવે છે. મતદાન ૨૦ નવેમ્બરે છે, પણ એની અંતિમ તૈયારી ૧૮ નવેમ્બરથી જ શરૂ જશે એટલે સરકારી સ્કૂલના હજારો શિક્ષકો ચૂંટણી પંચની ડ્યુટીમાં વ્યસ્ત રહેશે. આને લીધે સ્કૂલમાં આ શિક્ષકો હાજર નહીં રહી શકે એટલે ૧૮થી ૨૦ નવેમ્બર સુધી સરકારી સ્કૂલોમાં રજા જાહેર કરવાની માગણી શિક્ષકોના સંગઠન દ્વારા કરવામાં આવી હતી. સંગઠનની માગણીને યોગ્ય ઠેરવીને રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮થી ૨૦ નવેમ્બર સુધી સ્કૂલોમાં રજા જાહેર કરવાનો નિર્દેશ જિલ્લાના સંબંધિત શિક્ષણ અધિકારીઓને ગઈ કાલે આપ્યો હતો. ૧૭ નવેમ્બરે રવિવાર છે એટલે સરકારી સ્કૂલોમાં સળંગ ચાર દિવસની રજા રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2024 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK