દર વખતે પાંચ બૂથ વચ્ચે એક બ્લૉક લોકલ ઑફિસર હોય છે, જ્યારે આ વખતે દરેક બૂથ પર એક બ્લૉક લોકલ ઑફિસરની નિમણૂક કરવાનું નક્કી થયું છે : એઇડેડ સ્કૂલોના ટીચરોના યુનિયને નવમા અને દસમાના શિક્ષકોને ઇલેક્શન ડ્યુટીમાંથી બાકાત રાખવાની કરી વિનંતી
ચૂંટણી માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
લોકસભાનું ઇલેક્શન હવે જાહેર થવામાં છે ત્યારે બીએમસીના હજારો કર્મચારીઓને ઇલેક્શનની ડ્યુટીમાં સામેલ કરવામાં આવશે. દર વખતે દર પાંચ બૂથ વચ્ચે એક બ્લૉક લોકલ ઑફિસર હોય છે, જ્યારે આ વખતે દરેક બૂથ પર એક બ્લૉક લોકલ ઑફિસરની નિમણૂક કરવાનું નક્કી થયું છે એટલે ઇલેક્શનની ડ્યુટીમાં વધુ સ્ટાફ નીમવો પડશે. ગવર્નમેન્ટે એઇડેડ સ્કૂલના ટીચર્સના અસોસિએશનનું કહેવું છે કે અમે ડ્યુટી કરવા આવીશું એની ના નહીં, પણ બની શકે તો નવમા અને દસમા ધોરણની સાથે સંકળાયેલા શિક્ષકોને એમાંથી બાકાત રાખવામાં આવે.