સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં મુંબઈ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરમિયા પડી ગયેલી મહિલાને ઓક ફોટો ગ્રાફર બચાવતો જોવા મળી રહ્યો છે.
તસવીરઃ (સુરેશ કરકેરા)
મુંબઈ ગેટવે ઓફ ઈન્ડિયા નજીક એક મોટી ઘટના બની હતી. , જેનો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા અચાનક 20 ફૂટ નીચે સમુદ્રમાં પડી ગઈ હતી. જે બાદ મહિલાનો જીવ બચાવવા 50 વર્ષીય વ્યક્તિ સમુદ્રમાં કૂદી પડ્યો હતો.
મળતી માહિતી મુજબ આ બધું ત્યારે બન્યું જ્યારે મહિલા સમુદ્ર જોવા ગઈ હતી અને બેઠી હતી તે સમયે સંતુલન બગડવાને કારણે તે 20 ફૂટ નીચે સમુદ્રમાં પડી હતી. આ ઘટના બનતાં જ આસપાસના લોકોમાં હડકંપ મચી ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર પર્યટક ફોટોગ્રાફર ગુલાબચંદ ગૌંડને ડૂબી રહેલી મહિલાને બચાવવા દરિયામાં કૂદી પડ્યો હતો.
ADVERTISEMENT
#WATCH | Mumbai: A photographer rescued a woman who lost her balance as she was sitting on the safety wall near Gateway of India and fell into the sea yesterday. pic.twitter.com/9Nraxm0gVu
— ANI (@ANI) July 12, 2021
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર હાજર લોકોએ દોરડા અને એક ટ્યુબને 20 ફૂટ નીચે પાણીમાં ફેંકી હતી, જેની મદદથી મહિલાને દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાના વીડિયોમાં તે સ્પષ્ટપણે દેખાય છે કે દરિયામાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વહી રહ્યો હતો. તે કહેવું ખોટું નથી કે જો ફોટોગ્રાફર ગુલાબચંદ અથવા કોઈ બીજા મહિલાને બચાવવા કૂદયા ના હોત તો મોટી દુર્ઘટના બની હોત.
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ યુર્ઝસ 50 વર્ષીય ફોટોગ્રાફર ગુલાબચંદની પ્રશંસા કરી રહ્યા છે અને તેમના જોરદાર વખાણ કરતા જોવા મળી રહ્યા છે.