Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે, પાલઘર અને રાયગડ જિલ્લાનાં ૩૭૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આકાર લઈ રહ્યું છે ત્રીજું મુંબઈ

થાણે, પાલઘર અને રાયગડ જિલ્લાનાં ૩૭૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આકાર લઈ રહ્યું છે ત્રીજું મુંબઈ

Published : 13 November, 2024 03:20 PM | Modified : 13 November, 2024 03:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેમાં સમાવેશ હશે ૧૭૪ ગામોનો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ શહેરમાં લાંબા સમયથી વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને નવી મુંબઈ બન્યું હતું અને હવે ત્રીજું મુંબઈ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈ કરતાં ત્રણ ગણા ૩૭૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ત્રીજું મુંબઈ બની રહ્યું છે જેમાં થાણે, પાલઘર અને રાયગડ જિલ્લાનાં ૧૭૪ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા મુંબઈમાં અત્યાધુનિક હાઇવે, મલ્ટિ-મૉડલ કૉરિડોર, ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર, ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ, જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક અને કોંકણ તરફ જતો કોસ્ટલ હાઇવે સહિત મુંબઈ-ગોવા એક્સપ્રેસને જોડતા હાઇવેનું નેટવર્ક હશે.


રાયગડ જિલ્લામાં ધ નવી મુંબઈ ઍરપોર્ટ ઇન્ફ્લુઅન્સ નોટિફાઇડ એરિયા (NAINA) પ્રોજેક્ટમાંથી આકારવામાં આવનારા નવા શહેરમાં અત્યાધુનિક રસ્તા સુધી અનેક સુવિધા હશે. પનવેલ અને ઉરણ તાલુકાનાં ૨૩ ગામમાં સિડકો દ્વારા ૧૪,૩૨૧ કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે. નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું કામ ફાઇનલ સ્ટેજ પર છે. ભવિષ્યમાં આ વિસ્તાર રોહા સુધી કનેક્ટ કરવામાં આવશે.



મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં પાલઘર અને રાયગડ જિલ્લાનું હેડક્વૉર્ટર, અલિબાગ, પેણ, ખોપોલી, કર્જત વગેરેનો સમાવેશ ત્રીજા મુંબઈમાં કરવામાં આવ્યો છે. કર્જત તાલુકો અત્યારે ગ્રીન તાલુકા તરીકે ઓળખાય છે. મુંબઈને દૂધ પહોંચાડવામાં આવે છે એમાં કર્જતનો સમાવેશ છે. ખોપોલી અને ખાલાપુરમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વસાહત છે જેનો પણ ત્રીજા મુંબઈમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


શું છે NAINA પ્રોજેક્ટ?

સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા ત્રીજા મુંબઈનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ શરૂ થઈ ગયા બાદ નવી મુંબઈમાં મોટા પ્રમાણમાં વસ્તીમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ૨૦૧૩માં ત્રીજા મુંબઈની જાહેરાત કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2024 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK