Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‘આકાઓના હાથની કઠપૂતળી છે’ : નાના પટોલેએ CM શિંદે અને ફડણવીસના દિલ્હી પ્રવાસની કરી ટીકા

‘આકાઓના હાથની કઠપૂતળી છે’ : નાના પટોલેએ CM શિંદે અને ફડણવીસના દિલ્હી પ્રવાસની કરી ટીકા

Published : 06 June, 2023 11:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અવારનવાર દિલ્હીની મુલાકાતની ટીકા કરતાં મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ (Congress) સમિતિના પ્રમુખ નાના પટોલે કરી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


તાજેતરમાં મહારાષ્ટ્ર (Maharashtra)ના સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા. એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અવારનવાર દિલ્હીની મુલાકાતની ટીકા કરતાં મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ (Congress) સમિતિના પ્રમુખ નાના પટોલે (Nana Patole)એ કહ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તેમના દિલ્હીના આકાઓના હાથની કઠપૂતળી છે.


નાના પટોલેનો આકારો પ્રહાર



નાના પટોલે (Nana Patole)એ કહ્યું છે કે, “મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દિલ્હીમાં તેમના બોસની સૂચના પર જ કામ કરે છે. તેઓ તેમની પરવાનગી વિના કોઈ નિર્ણય લઈ શકતા નથી. બંનેની વારંવાર દિલ્હીની મુલાકાતની ટીકા કરતાં તેમણે કહ્યું કે તેઓ દિલ્હીમાં તેમના માલિકોના હાથની કઠપૂતળી છે અને તેમનો એક પગ હંમેશા દિલ્હીમાં જ રહે છે.”


નાના પટોલેએ શું કહ્યું?

પત્રકારો સાથેની વાતચીતમાં પટોલે (Nana Patole)એ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે. પ્રવાસને લઈને હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ કેબિનેટ વિસ્તરણ માટે દિલ્હી ગયા હતા કારણ કે તેઓ દિલ્હીને પૂછ્યા વિના કોઈ નિર્ણય લઈ શકતા નથી. લગભગ એક વર્ષથી ઘણા વિભાગોમાં કોઈ પ્રધાન નથી, છ-સાત વિભાગોમાં એક પ્રભારી પ્રધાન છે અને છ જિલ્લાઓમાં માત્ર એક પાલક પ્રધાન છે, જેના કારણે રાજ્યનો વહીવટ ઠપ થઈ ગયો છે. પ્રધાનો કોઈપણ વિભાગને ન્યાય આપી શકતા નથી. વહીવટીતંત્રના થંભી જવાથી અને કામકાજ ખોરવાઈ જવાથી લોકો પરેશાન છે.”


પટોલેએ એમ પણ કહ્યું કે, “રાજ્યના ઘણા ભાગોમાં પાણીની તીવ્ર તંગી છે, ખેડૂતો હેરાન છે, ખેડૂતોને કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટે હજુ સુધી મદદ મળી નથી. ખેડૂતોને તેમની ઉપજ રસ્તા પર ફેંકી દેવાનો સમય આવી ગયો છે, ખેડૂતોના ઘરે કપાસ હજુ પણ પડ્યું છે, પરંતુ એકનાથ શિંદે સરકાર આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી. તેઓ માત્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને દરેક વસ્તુને ઘટનામાં ફેરવી રહ્યા છે.

આ પણ વાંચો: ઍન્ટિલિયા કેસમાં પ્રદીપ શર્માને વચગાળાના જામીન

ઉલ્લેખનીય છે કે ગઇકાલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે મુલાકાત દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2023 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK