મુંબઈના પૂર્વ ઉપનગરો ગોવંડી અને ચેમ્બુરમાં 8 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી પાણી નહીં આવે
પ્રતીકાત્મક તસવીર
આવનારા કેટલાક દિવસો મુંબઈગરાઓ માટે મુશ્કેલીભર્યા રહેવાના છે. હકીકતમાં, મુંબઈ (Mumbai)ના પૂર્વ ઉપનગરો ગોવંડી અને ચેમ્બુરમાં 8 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી પાણી (Mumbai Water Suppy) નહીં આવે. આ માહિતી BMCના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવી છે. BMC પ્રશાસને કહ્યું કે આ સમય દરમિયાન ટ્રોમ્બે હાઈ લેવલ રિઝર્વૉયરના ઈલેટ્સ વાલ્વને બદલવામાં આવશે. થોડા દિવસો પહેલાં પણ મુંબઈના અડધા વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારબાદ હવે BMCએ આ બ્લોકનું સમારકામ હાથમાં લીધું છે.
આ વિસ્તારોમાં પાણી નહીં આવે
ADVERTISEMENT
ટાટા નગર, ગોવંડી સ્ટેશન રોડ, દેવનાર મ્યુનિસિપલ કોલોની, ગોવંડી, લલ્લુભાઈ બિલ્ડિંગ, જોન્સન જેકબ માર્ગ (A, B, I, F સેક્ટર્સ), SPPL બિલ્ડિંગ, MHADA બિલ્ડિંગ, મહારાષ્ટ્ર નગર, દેવનાર એમ ઈસ્ટ વોર્ડ હેઠળ (ગોવંડી) મુંબઈ વિલેજ રોડ, ગોવંડી ગામ, વી. એન. રોડ, બીકેએસડી રોડ, ટેલિકોમ ફેક્ટરી વિસ્તાર, મંડલા ગામ, માનખુર્દ નેવલ, ડિફેન્સ સેક્ટર, માનખુર્દ ગામ, ગોવંડી સ્ટેશન રોડ, સી-સેક્ટર, ડી-સેક્ટર, ઇ-સેક્ટર, જી-સેક્ટર, એચ-સેક્ટર, જે-સેક્ટર, કે-સેક્ટર, કોળીવાડા ટ્રોમ્બે, કસ્ટમ રોડ, દત્તનગર, બાલાજી મંદિર માર્ગ, પેલીપાડા, ચિતા કેમ્પ ટ્રોમ્બે, દેવનાર ફાર્મ રોડ, બોરબાદેવી નગર, B.A.R.C. ફેક્ટરી, B.A.R.C. કોલોની, ગૌતમ નગર, પાંજરાપોળ વિસ્તારમાં 8 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી પાણી આવશે નહીં. BMCએ આ વિસ્તારમાં રહેતા લોકોને પાણીનો વ્યય ન કરવાની વિનંતી કરી છે. ઉપરાંત સુધારાઈ તરફથી કહેવાયું છે કે લોકોએ જરૂરિયાત મુજબ પાણી જમા કરી રાખવું.
આ પણ વાંચો: છેલ્લાં બે વર્ષમાં રખડતા ડૉગી સવા લાખ મુંબઈગરાને કરડ્યા
એ જ રીતે એમ વેસ્ટ વોર્ડ (ચેમ્બુર), ઘાટલા અમર નગર, મોતી બાગ, ખારદેવ નગર, વૈભવ નગર, સુભાષ નગર, ચેમ્બુર ગામ, સ્વસ્તિક પાર્ક, સિદ્ધાર્થ કોલોની, લાલ ડોંગર, ચેમ્બુર કેમ્પ, યુનિયન પાર્ક, લાલ વાડી, મૈત્રી પાર્ક, અત્તુર પાર્ક, સુમન નગર, સાંઈબાબા નગર અને શ્રમજીવી નગરમાં પણ પાણી પુરવઠો 8 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.