Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ સાથે જોડાશે

વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ સાથે જોડાશે

28 November, 2023 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Versova to Dahisar Coastal Road: બીએમસીએ આ પ્રૉજેક્ટના પેકેજ બી હેઠળ બાંગુર નગરથી માઈન્ડ સ્પેસ મલાડ (Coastal road section from Bangur Nagar to mind space Malad) સુધી કોસ્ટલ રોડ માટે ટેન્ડર જાહેર કર્યા છે.

સી લિન્કની ફાઈલ તસવીર

સી લિન્કની ફાઈલ તસવીર


Versova to Dahisar Coastal Road: વર્સોવાથી દહિસર (Versova to Dahisar) સુધી કોસ્ટલ રોડના કામમાં ઝડપ લાવવા માટે બીએમસી સતત પ્રયત્નો કરી રહી છે. બીએમસીએ તાજેતરમાં જ આ પરિયોજના માટે એક સલાહકારની નિયુક્તિ કરી છે. હવે બીએમસીએ આ પ્રૉજેક્ટના પેકેજ બી હેઠળ બાંગુર નગરથી માઈન્ડ સ્પેસ મલાડ (Coastal road section from Bangur Nagar to mind space Malad) સુધી કોસ્ટલ રોડ માટે ટેન્ડર જાહેર કર્યા છે. આ રોડ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ (Goregaon Mulund Link Road) સાથે પણ જોડાશે, જે પશ્ચિમી ઉપનગરોથી પૂર્વી ઉપનગરો સુધી સીધું ટ્રાન્સપોર્ટેશન આપશે.


1 ડિસેમ્બર 2023 સુધી ટેન્ડર જમા કરવાની કરી અપીલ
Versova to Dahisar Coastal Road: બીએમસી બ્રિજ વિભાગના એક અધિકારીએ કહ્યું, કોસ્ટલ રોડ (Mumbai coastal road)નો આ ભાગ છ ભાગમાં બનાવવામાં આવશે. બીજા ભાગ હેઠળ બાંગુર નગરથી માઈન્ડ સ્પેસ મલાડ (Bangur Nagar to Mind Space Malad) સુધીનું સેક્શન બનાવવામાં આવશે. બીએમસી (BMC)એ શનિવારે આ ક્ષેત્રના નિર્માણ માટે ટેન્ડર જાહેર કર્યું. ઇચ્છુક કંપનીઓ 1 ડિસેમ્બર 2023 સુધી ટેન્ડર જમા કરાવી શકે છે. ટેન્ડર 18 ડિસેમ્બર 2023ના ખોલવામાં આવશે. આખા પ્રૉજેક્ટની અંદાજિત લાગત 16,621 કરોડ રૂપિયા છે. (Mumbai News)



Versova to Dahisar Coastal Road: વર્સોવાથી દહિસર માર્ગને 6 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
1. વર્સોવાથી બાંગોર નગર
2. બાંગોર નગરથી માઈન્ડ સ્પેસ મલાડ
3. માઈન્ડ સ્પેસ મલાડથી ચારકોપ નૉર્થ ટનલ
4. ચારકોપથી માઈન્ડ સ્પેસ સાઉથ પેરેલલ ટનલ
5. ચારકોપથી ગોરાઈ
6. ગોરાઈથી દહિસર


દક્ષિણ મુંબઈથી ભાયંદર કોસ્ટલ રોડ
1. મરીન ડ્રાઈવના દક્ષિણી છેડાથી વર્લી સી લિંક સુધી 10.58 કિમી (બીએમસી)
2. બાન્દ્રા વર્લી સી લિન્ક - 5.6 કિમી
3. બાન્દ્રા વર્સોવા સી લિન્ક-17 કિમી.
4. વર્સોવા-દહિસર જંક્શન- 20.4 કિમી.
5. દહિસર પશ્ચિમથી ભાયંદર પશ્ચિમ એલિવેટેડ રોડ - 5 કિમી.

Versova to Dahisar Coastal Road: ઉલ્લેખનીય છે કે બાંદરા-વરલી સી-લિન્ક બાદ એ જ કોસ્ટલ રોડને આગળ વધારતાં વર્સોવા-બાંદરા સી-લિન્ક બ્રિજ બનાવવાનો નિર્ણય તો લેવાયો, પણ એનું કામ કોરોનાને કારણે અટકી પડ્યું હતું. ત્યાર બાદ અન્ય સમસ્યાઓને કારણે પાછું ઠેલાયું હતું અને હવે એણે માંડ ગતિ પકડી છે. હાલ એનું ૧૧ ટકા કામ પૂરું થયું છે અને જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો એ ૨૦૨૬ના ડિસેમ્બર સુધી ચાલુ કરી દેવાની એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)ની નેમ છે.


બાંદરા-વરલી સી-લિન્કને જોડે એવા ૧૭.૧૭ કિલોમીટર લાંબા વર્સોવા-બાંદરા સી-લિન્ક બનાવવાનું કામ આમ તો ૨૦૧૯માં જ ચાલુ કરી દેવાયું હતું, પરંતુ કોરોના આવતાં કામ રખડી પડ્યું હતું. જોકે એ પછી કોરોનાનાં નિયંત્રણો હટાવી લીધા બાદ પણ કૉન્ટ્રૅક્ટર ‘વી બિલ્ડ ગ્રુપ’એ કામ બંધ જ રાખ્યું હતું. આમ ૨૦૧૯થી લઈને ૨૦૨૧ સુધીમાં માત્ર અઢી ટકા જ કામ થઈ શક્યું હતું. જોકે કૉન્ટ્રૅક્ટરના આવા ઢીલા વલણને કારણે એમએસઆરડીએ એને પહેલાં મોડું કરવા બદલ શો-કોઝ નોટિસ મોકલી અને ત્યાર બાદ દંડાત્મક કાર્યવાહી કરી એને સાડાત્રણ કરોડ રૂપિયાનો રોજના હિસાબે દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં, કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કરવાની પણ ચીમકી આપી. એ પછી ‘વી બિલ્ડ ગ્રુપ’એ જાન્યુઆરી ૨૦૨૨માં એના આ જૉઇન્ટ વેન્ચરની ભાગીદાર એવી રિલાયન્સ ઇન્ફ્રા સાથેની એની ભાગીદારી તોડીને ઉત્તર પ્રદેશની જાણીતી એવી ‘એપ્કો’ સાથે ભાગીદારી કરી ફરી કામની શરૂઆત કરી હતી. મે ૨૦૨૨થી ફરી કામ શરૂ થયું હતું અને માર્ચ ૨૦૨૩માં એ અઢી ટકાથી વધીને છ ટકા પર પહોંચ્યું હતું. એ પછી કામે ઝડપ પકડી હતી અને હવે એનું ૧૧ ટકા કામ થઈ ગયું છે. મુખ્ય વાત એ છે કે એ સી-લિન્કનું જમીન પરનું કામ હવે પૂરું થઈ ગયું છે અને આવતા ૧૫ દિવસમાં એનું દરિયાનું કામ શરૂ કરવામાં આવશે. એમએસઆરડીસી આ સી-લિન્કનું કામ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂરું કરી મોટરિસ્ટો માટે એ ખુલ્લો કરી દેવાના ટાર્ગેટ સાથે કામ કરી રહી છે.   

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK