વાઇરલ વિડિયોમાં જે ઘટના આત્મહત્યાની કોશિશ લાગે છે એના વિશે રીપા પટેલને બચાવી લેનારા કૅબ-ડ્રાઇવર અને ટ્રાફિક-કૉન્સ્ટેબલો કંઈક જુદું જ કહે છે
કૅબ-ડ્રાઇવર સંજય યાદવ તથા રીપા પટેલને બચાવનારા ટ્રાફિક-પોલીસના ચાર કૉન્સ્ટેબલ.
મુલુંડ-વેસ્ટમાં રહેતાં ૫૬ વર્ષનાં રીપા પટેલને શુક્રવારે સાંજે ટ્રાફિક-વિભાગના કૉન્સ્ટેબલો અને કૅબ-ડ્રાઇવરે અટલ સેતુની સેફ્ટી-વૉલ પરથી પાણીમાં પડતાં બચાવી લીધાં હતાં. જોકે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં રીપાબહેને આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાનો દાવો અનેક વેબસાઇટ પર કરવામાં આવ્યો હતો. એની સામે રીપાબહેનને બચાવનારા ટ્રાફિક-કૉન્સ્ટેબલો અને ન્હાવા શેવા પોલીસનું કહેવું છે કે રીપાબહેન પોતાની પાસે રહેલા માતાજીના ફોટો પધરાવવા સેફ્ટી-વૉલ પર ચડ્યાં હતાં અને એટલામાં પોલીસની સાયરન સાથે આવેલી ગાડી જોઈને ગભરાઈને નીચે પડ્યાં હતાં.