નાકાબંધી કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરીને તેમને દંડ્યા હતા.
મુંબઈ પોલીસ
મુંબઈ ઃ મુંબઈ પોલીસની ટ્રાફિક બ્રાન્ચે મકરસંક્રાન્તિ નિમિત્તે શહેરમાં ૧૦૮ જગ્યાએ નાકાબંધી કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરીને તેમને દંડ્યા હતા.
આ વિશેષ અભિયાન હેઠળ કુલ ૬૬૮૨ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. એ અંતર્ગત હેલ્મેટ પહેર્યા વિના ટૂ-વ્હીલર ચલાવતા ૧૮૬૯ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી; જ્યારે બહુ જ ઝડપથી વાહન ચલાવવા બદલ ૮૫, ટૂ-વ્હીલર પર ટ્રિપલ સીટ જવાના ૨૫૫, રૉન્ગ સાઇડ ડ્રાઇવ કરવાના ૧૩૮ અને ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવના ૨૦ કેસ નોંધાયા હતા. રૅશ ડ્રાઇવિંગ કરીને પોતાની સાથે અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનારાઓ પર ખાસ અલગથી ધ્યાન રાખવામાં આવ્યું હતું. બાંદરા રેક્લેમેશન, કાર્ટર રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ખેરવાડી જંક્શન, બીકેસી અને જેવીએલઆર પર બહુ જ ઝડપે વાહનો ચલાવતા લોકો સામે કાર્યવાહી કરીને ૭૭ ગુના નોંધવામાં આવ્યા હતા અને ૧૫૩ વાહનો જપ્ત કરી લેવાયાં હતાં.