ઍરફોર્સનાં ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ અને સુખોઈએ લૅન્ડિંગ અને ટેક-ઑફ કર્યું : આવતા વર્ષે માર્ચમાં ઍરપોર્ટ શરૂ થશે
તસવીરોઃ કીર્તિ સુર્વે પરાડે
નવી મુંબઈમાં બનાવવામાં આવી રહેલા નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA) પર ગઈ કાલે સવારે ૧૧થી બપોરે બે વાગ્યા દરમ્યાન રનવેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. NMIAના રનવે પર ગઈ કાલે ઇન્ડિયન ઍરફોર્સનું ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ સી-૨૯૫ અને ફાઇટર જેટ સુખોઈએ લૅન્ડિંગ અને ટેક-ઑફ કર્યું હતું. ઍરફોર્સનું વિમાન રનવે પર લૅન્ડ થયું ત્યારે વૉટર-કૅનનથી એને વધાવવામાં આવ્યું હતું. રનવેની ટેસ્ટ સફળ રહી છે એટલે માર્ચ ૨૦૨૫માં આ ઍરપોર્ટ શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA)ના રનવે પર ગઈ કાલે પહેલી વાર કોઈ પ્લેન લૅન્ડ થયું હોવાથી ઍરફોર્સનું સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ લૅન્ડ થયા બાદ એને વૉટર કૅનનની સલામી આપવામાં આવી હતી.
ત્યાર બાદ ઍરફોર્સના પાઇલટે એને રનવે પર ઊભું રાખ્યું હતું જ્યાં રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બન્ને પાઇલટનું અભિવાદન કર્યું હતું.