નવી ટૂરિઝમ પૉલિસી અંતર્ગત ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને હવે દસ વર્ષ સુધી દર વર્ષે ૧૬૬૬ કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે
સ્ટૅચ્યુ ઑફ યુનિટી
મહારાષ્ટ્ર સરકારનું વિઝન છે કે રાજ્યમાં એક લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ લાવવું. એ અંતર્ગત ટૂરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એ માટે રિવર ક્રૂઝિંગને પ્રાયોરિટી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના નંદુરબારથી નર્મદા રિવરમાં ક્રૂઝ દ્વારા સ્ટૅચ્યુ ઑફ યુનિટીનો રૂટ તૈયાર કરાઈ રહ્યો છે.
નવી ટૂરિઝમ પૉલિસી અંતર્ગત ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને હવે દસ વર્ષ સુધી દર વર્ષે ૧૬૬૬ કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. રાજ્ય સરકારનું માનવું છે કે એનાથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ૧૮ લાખ લોકોને રોજગાર મળી શકશે. કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૧૫થી ૨૦ ટકા અથવા ૧૫થી ૨૦ કરોડ રૂપિયાની છૂટ આપવા ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આવા પ્રોજેક્ટને સ્ટેટ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, ઇલેક્ટ્રિસિટી ટૅરિફ અને સ્ટૅમ્પ-ડ્યુટી પર પાંચથી લઈને ૧૫ વર્ષ સુધી ૧૦૦ ટકા રાહત ઑફર કરવામાં આવી છે. નાના પ્રોજેક્ટ જેવા કે કૅરૅવૅન, ઍડ્વેન્ચર, ઍગ્રો અને ઇકો ટૂરિઝમ માટે આ લાભ મેળવવા મિનિમમ ત્રણ વર્ષના સમયગાળાની ઑફર કરવામાં આવી છે.