આ યુવાને માર્ચમાં કરેલો સ્ટન્ટ જુલાઈમાં વાઇરલ થયો હતો: પોલીસ હમણાં તેના સુધી પહોંચી ત્યારે ખબર પડી કે ૧૪ એપ્રિલના એક સ્ટન્ટમાં તેણે એક હાથ અને એક પગ ગુમાવી દીધા છે
રેલવેમાં સ્ટન્ટ કરનાર યુવકે એક હાથ અને એક પગ ગુમાવ્યો છે.
સેન્ટ્રલ રેલવેમાં અત્યંત જોખમી સ્ટન્ટ કરનાર વડાલાના યુવકની ઓળખ થઈ છે અને હવે તેને પોતાના આ કૃત્યનો ભારે અફસોસ થઈ રહ્યો છે, કેમ કે એ યુવકે એક હાથ અને એક પગ ગુમાવ્યા છે. આ યુવકે અગાઉ પણ અનેક સ્ટન્ટ કર્યા હતા. જોકે તે ફરી સ્ટન્ટ કરવા ગયો અને શરીરનાં બે અંગ ગુમાવ્યાં. પ્રવાસીઓએ આવા સ્ટન્ટ નહીં કરવા એવી અપીલ રેલવે વિવિધ માધ્યમથી કરી રહી છે છતાં લોકો જીવસટોસટના ખેલ ખેલતા રહે છે.