Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ રેલવેમાં ટ્રૅક પર થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો

સેન્ટ્રલ રેલવેમાં ટ્રૅક પર થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો

Published : 18 November, 2024 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવેના ટ્રૅકની આસપાસ કરવામાં આવેલા અતિક્રમણને લીધે અકસ્માત થાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનો ચલાવવામાં આવે છે એ ટ્રૅક પર અકસ્માતને લીધે દર વર્ષે અઢી હજાર કરતાં વધુ લોકોના જીવ જાય છે. આ બાબતને ગંભીરતાથી લઈને સેન્ટ્રલ રેલવેએ ‘મિશન ઝીરો ડેથ’ હાથ ધર્યું છે. આ મિશનમાં રેલવેના ટ્રૅક પર થતા અકસ્માતને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નિલાએ કહ્યું હતું કે ‘ગયા એક વર્ષમાં રેલવેના ટ્રૅક પર અકસ્માત ઉપરાંત જીવ ગુમાવનારા અને ઘાયલ થનારાઓની સંખ્યામાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૩માં ૨૭૫૫ લોકોના જીવ ગયા હતા એની સામે આ વર્ષે ૨૩૮૮ લોકોનાં મૃત્યુ થયાં છે. આવી જ રીતે ૨૦૨૩માં ૧૩૫૨ લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા એમાં આ વર્ષે ૧૪૧નો ઘટાડો થયો છે.’


સેન્ટ્રલ રેલવેની તપાસમાં જણાઈ આવ્યું છે કે રેલવેના ટ્રૅકની આસપાસ કરવામાં આવેલા અતિક્રમણને લીધે અકસ્માત થાય છે. રેલવેના પાટાની નજીક રહેતા લોકો લાઇન ક્રૉસ કરતા હોવાને લીધે ટ્રેનની અડફેટે આવી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2024 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK