નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ તેના સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહને બરતરફ કર્યા છે. તે વર્ષ 2021માં કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડનાર ટીમનો ભાગ છે. આ દરોડા બાદ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan Case)ની ધરપકડ થઈ હતી.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઑફિસ, બલાર્ડ એસ્ટેટ, મુંબઈ. ફાઈલ તસવીર/શાદાબ ખાન
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ તેના સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહને બરતરફ કર્યા છે. તે વર્ષ 2021માં કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડનાર ટીમનો ભાગ છે. આ દરોડા બાદ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan Case)ની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ મંગળવારે કહ્યું કે વિશ્વ વિજય સિંહને અન્ય એક કેસમાં ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે વિશ્વ વિજય સિંહની સેવા સમાપ્ત કરવાનો આદેશ ગયા મહિને જારી કરવામાં આવ્યો હતો. સિંહ એ ટીમનો ભાગ હતા જેણે કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને ઓક્ટોબર 2021માં `ડ્રગ્સ-ઓન-ક્રૂઝ` કેસમાં આર્યન ખાન અને અન્યની ધરપકડ કરી હતી.
વિશ્વજીત સિંહને અન્ય એક કેસમાં સેવામાંથી દૂર કરવામાં આવ્યા હતા
ADVERTISEMENT
અધિકારીએ જણાવ્યું કે, વિશ્વ વિજય સિંહને ગયા વર્ષે અન્ય એક કેસમાં એનસીબીની સેવામાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની સામે તપાસ ચાલી રહી હતી. તેમણે કહ્યું કે એનસીબીને તપાસ દરમિયાન ગેરવર્તણૂકના કેટલાક મુદ્દા મળ્યા, જેના પગલે સિંહને સેવામાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ પણ વાંચો: `બીજા શું કહે છે તેની પરવા નથી, અમે જાણીએ છીએ કે અમે શું કરી રહ્યા છીએ`
આર્યન ખાને 22 દિવસ જેલમાં વિતાવ્યા હતા
NCBના તત્કાલિન મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળની ટીમે મુંબઈ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ ખાતે કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા પછી ઓક્ટોબર 2021માં આર્યન ખાન અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં શરૂઆતમાં ડ્રગ્સનું સેવન અને હેરફેરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે 22 દિવસ જેલમાં વિતાવનાર આર્યન ખાનને મે 2022માં NCB દ્વારા `પૂરતા પુરાવાના અભાવે` ક્લીનચીટ આપવામાં આવી હતી.
`ડ્રગ્સ ઓન ક્રુઝ` કેસમાં સાત અધિકારીઓ સામે કાર્યવાહી
મનસ્વીતાના આરોપોને કારણે એનસીબી ટીમ અને વાનખેડે સામે અલગ તકેદારી તપાસ શરૂ કરવામાં આવી હતી. કથિત `ડ્રગ્સ ઓન ક્રુઝ` કેસમાં સાત અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે IRS અધિકારી વાનખેડેને બાદમાં ચેન્નાઈના ડીજી ટેક્સપેયર સર્વિસ ડિરેક્ટોરેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.