Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે તમે વર્ષ ૨૦૨૩-’૨૪ માટે ITR ફાઇલ કરી શકો છો, ઈ-ફાઇલિંગ માટે પોર્ટલ પર ફૉર્મ આવ્યાં

હવે તમે વર્ષ ૨૦૨૩-’૨૪ માટે ITR ફાઇલ કરી શકો છો, ઈ-ફાઇલિંગ માટે પોર્ટલ પર ફૉર્મ આવ્યાં

Published : 06 April, 2024 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંપનીઓ માટે ITR-6 દ્વારા ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની વિન્ડો પણ ખોલવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩-’૨૪  માટે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઇન્કમ ટૅક્સ રિટર્ન (ITR) ફૉર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT)એ ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીઓ માટે ITR-6 દ્વારા ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની વિન્ડો પણ ખોલવામાં આવી છે.


CBDTએ જણાવ્યું હતું કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે આઇટી ફાઇલિંગ વિન્ડો ખોલવી એ અનુપાલનને સરળ બનાવવાનું એક પગલું છે. અસેસમેન્ટ વર્ષ ૨૦૨૪-’૨૫ માટે લગભગ ૨૩,૦૦૦ ITR ફાઇલ કરવામાં આવ્યાં છે. વ્યક્તિગત કરદાતાઓ માટે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ITR-1 (સહજ), ITR-2, ITR-4 (સુગમ) અને ITR-6 ઉપલબ્ધ છે. ITR-3, ITR-5 અને ITR-7 ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આ અગાઉ CBDTએ ડિસેમ્બર ૨૦૨૩ અને આ વર્ષે જાન્યુઆરીમાં ITR ફૉર્મને નૉટિફાય કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK