Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં નક્કી થઈ ગયું એકનાથ શિંદે અને બીજેપીના ગઠબંધનનું ભવિષ્ય, જાણો વિગત

મહારાષ્ટ્રમાં નક્કી થઈ ગયું એકનાથ શિંદે અને બીજેપીના ગઠબંધનનું ભવિષ્ય, જાણો વિગત

Published : 05 June, 2023 05:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે (Eknath Shinde)એ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) અને તેમની પાર્ટી ભવિષ્યની તમામ ચૂંટણીઓ ગઠબંધન સાથે લડશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે (Eknath Shinde)એ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) અને તેમની પાર્ટી ભવિષ્યની તમામ ચૂંટણી ગઠબંધન સાથે લડશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આવનારી મહાનગર પાલિકાની ચૂંટણીઓ પણ ગઠબંધન હેઠળ જ લડવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને પુષ્ટિ કરી છે કે બંને પક્ષોમાં બધું બરાબર છે અને આ જોડાણ લાંબા સમય સુધી ચાલુ રહેશે. મહારાષ્ટ્રમાં શિંદે જૂથની શિવસેના અને ભાજપ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે.


વાસ્તવમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) રવિવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં શું ચર્ચા થઈ તેની વિગતો આપતાં સીએમ શિંદેએ ટ્વીટ કર્યું કે, “મીટિંગ દરમિયાન, નિર્ણય લેવામાં આવ્યો કે ભવિષ્યની તમામ ચૂંટણીઓ (લોકસભા, વિધાનસભા અને મહાનગર પાલિકા સહિત) શિવસેના (Shiv Sena) અને ભાજપ સાથે જ લડશે. અમે સાથે ચૂંટણી લડીશું અને બહુમતી સાથે જીતીશું.”



સીએમ એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે, “કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથેની બેઠક દરમિયાન કૃષિ અને સહકાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ઘણા પેન્ડિંગ પ્રોજેક્ટ્સ હવે સુવ્યવસ્થિત થઈ ગયા છે અને પૂર્ણ થવાના માર્ગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અમને હંમેશા વિવિધ પ્રોજેક્ટ માટે માર્ગદર્શન મળ્યું છે.”


ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એકનાથ શિંદે (Eknath Shinde) સહિત 39 ધારાસભ્યોએ બળવો કર્યો હતો, જેના પરિણામે તત્કાલીન શિવસેના અને મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડી હતી. તેમાં ઉદ્ધવ ઠાકરે, એનસીપી અને કૉંગ્રેસ સામેલ હતા. હવે મહારાષ્ટ્રમાં શિવસેના શિંદે જૂથ પાસે છે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ઉદ્ધવ ઠાકરે પાસે છે.

આ પણ વાંચો: શિવસેના કોઈની સામે ઝૂકી નથી પણ હવે શિંદે દિલ્હીમાં `મુજરો` કરે છે- સંજય રાઉત


બળવા બાદ એકનાથ શિંદે (Eknath Shinde)એ ભાજપ સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. સૌને ચોંકાવી દેતા ગઠબંધનમાં નક્કી થયું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ હશે. તે જ સમયે, દેવેન્દ્ર ફડણવીસ, જેમનું નામ સીએમ તરીકે લગભગ નિશ્ચિત માનવામાં આવતું હતું, પણ તેમને નાયબ મુખ્યપ્રધાન પદ આપવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2023 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK