Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ દિવસે મુંબઈ કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું થશે ઉદ્ઘાટન, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી

આ દિવસે મુંબઈ કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું થશે ઉદ્ઘાટન, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી

02 February, 2024 07:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ કોસ્ટલ રોડ (Mumbai Coastal Road)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન 19 ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ માહિતી બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા આપવામાં આવી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ કોસ્ટલ રોડ (Mumbai Coastal Road)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન 19 ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ માહિતી બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા આપવામાં આવી છે. વરલીથી મરીન ડ્રાઈવ સુધીના 10 કિલોમીટર લાંબા રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉપરાંત, બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે કહ્યું છે કે, બંને તબક્કા 15 મે સુધીમાં શરૂ થશે.


મુંબઈ માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ



મુંબઈની દૃષ્ટિએ આ પ્રોજેક્ટ (Mumbai Coastal Road)થી લોકોને ઘણો ફાયદો થશે. આ રોડથી મુંબઈ અને ઉપનગરોમાં ટ્રાફિકની ઓછો થશે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ બે ભાગમાં વહેંચાયેલો છે. તેના બે ભાગ છે, દક્ષિણ ભાગ અને ઉત્તર ભાગ, જેમાં સૌથી પહેલાં દક્ષિણ ભાગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ મુંબઈ અને કાંદિવલી વચ્ચે લગભગ 29 કિમીનો છે. સાઉથ કોસ્ટલ પ્રોજેક્ટ એ સાડા દસ કિલોમીટરનો વિસ્તાર છે જે મરીન ડ્રાઇવ પર પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી વરલી બાંદરા સી લિંક સુધીનો પટ્ટો છે.


જાણો તેની વિશેષતા

શરૂઆતમાં મરીન ડ્રાઈવ (Mumbai Coastal Road)થી પ્રિયદર્શિની પાર્ક સુધીની બે ટનલ છે, જે કુલ 4 કિમી માટે 2 કિમીની બે ટનલ છે. આ ટનલ ત્રણ પ્રકારની હોય છે શંક્વાકાર ટનલ, ગોળાકાર અને રેમ ટનલ. આ ભૂગર્ભ માર્ગો માવલા ટનલ બોરિંગ મશીનની મદદથી બનાવવામાં આવ્યા છે. સમગ્ર સાઉથ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર 12,700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.


કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ત્રણ ઇન્ટરચેન્જ છે. પહેલું ઇન્ટરચેન્જ ઇમર્સન ગાર્ડન ખાતે, બીજું ઇન્ટરચેન્જ હાજી અલી ખાતે અને ત્રીજું ઇન્ટરચેન્જ વરલી ખાતે છે. ઇન્ટરચેન્જ વચ્ચે પાર્કિંગની વ્યવસ્થા અંડરગ્રાઉન્ડ હશે, જ્યાં 1600 વાહનો પાર્ક કરી શકશે. આખો કોસ્ટલ રોડ આઠ લેનનો હશે, જ્યારે ટનલ રોડ સિક્સ લેનનો હશે. ગાર્ડન સાયકલ ટ્રેક અને જોગિંગ ટ્રેકનું બાંધકામ સહિત, ભરણની જગ્યા પર બ્યુટીફિકેશન અને અન્ય સૂચિત નાના-પાયે પ્રોજેક્ટ છે.

વર્સોવાથી દહિસર સુધી કોસ્ટલ રોડના કામમાં ઝડપ લાવવા માટે બીએમસી સતત પ્રયત્નો કરી રહી છે. બીએમસીએ તાજેતરમાં જ આ પરિયોજના માટે એક સલાહકારની નિયુક્તિ કરી છે. હવે બીએમસીએ આ પ્રૉજેક્ટના પેકેજ બી હેઠળ બાંગુર નગરથી માઈન્ડ સ્પેસ મલાડ સુધી કોસ્ટલ રોડ માટે ટેન્ડર જાહેર કર્યા છે. આ રોડ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ સાથે પણ જોડાશે, જે પશ્ચિમી ઉપનગરોથી પૂર્વી ઉપનગરો સુધી સીધું ટ્રાન્સપોર્ટેશન આપશે.

1 ડિસેમ્બર 2023 સુધી ટેન્ડર જમા કરવાની કરી અપીલ

બીએમસી બ્રિજ વિભાગના એક અધિકારીએ કહ્યું, કોસ્ટલ રોડનો આ ભાગ છ ભાગમાં બનાવવામાં આવશે. બીજા ભાગ હેઠળ બાંગુર નગરથી માઈન્ડ સ્પેસ મલાડ સુધીનું સેક્શન બનાવવામાં આવશે. બીએમસીએ શનિવારે આ ક્ષેત્રના નિર્માણ માટે ટેન્ડર જાહેર કર્યું. ઇચ્છુક કંપનીઓ 1 ડિસેમ્બર 2023 સુધી ટેન્ડર જમા કરાવી શકે છે. ટેન્ડર 18 ડિસેમ્બર 2023ના ખોલવામાં આવશે. આખા પ્રૉજેક્ટની અંદાજિત લાગત 16,621 કરોડ રૂપિયા છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2024 07:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK