Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: જાન્યુઆરીમાં શરૂ થશે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો, એકનાથ શિંદેએ કરી જાહેરાત

Mumbai News: જાન્યુઆરીમાં શરૂ થશે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો, એકનાથ શિંદેએ કરી જાહેરાત

10 December, 2023 06:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મરીન ડ્રાઈવ અને વરલી વચ્ચેના કોસ્ટલ રોડનો (Mumbai News) પ્રથમ તબક્કો આવતા મહિને શરૂ કરવામાં આવશે. કોસ્ટલ રોડ ખુલ્લો થવાથી મુંબઈકરોનો સમય બચશે

એકનાથ શિંદેની ફાઇલ તસવીર

એકનાથ શિંદેની ફાઇલ તસવીર


મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)એ આજે ​​માહિતી આપી હતી કે કોસ્ટલ રોડ (Coastal Road)નો પ્રથમ તબક્કો જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવશે. તેઓ સીએસઆર એક્સેલન્સ એવૉર્ડ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મરીન ડ્રાઈવ અને વરલી વચ્ચેના કોસ્ટલ રોડનો (Mumbai News) પ્રથમ તબક્કો આવતા મહિને શરૂ કરવામાં આવશે. કોસ્ટલ રોડ ખુલ્લો થવાથી મુંબઈકરોનો સમય બચશે.


“મહારાષ્ટ્ર ગ્રોથ એન્જિન છે, મોટાભાગના ઇન્ફ્રા પ્રોજેક્ટ આજે મહારાષ્ટ્રમાં છે. પહેલા બધું બંધ હતું, અમારી સરકાર આવી ત્યારે તમામ પ્રોજેક્ટ શરૂ થયા. કોસ્ટલ હાઈવે જાન્યુઆરીના અંત સુધીમાં ખોલવામાં આવશે. તે મરીન ડ્રાઈવથી વરલી સુધી શરૂ થશે.” એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.



શિવડીથી નવા સુધીનો 22 કિમી MTHL રોડ પણ આવતા મહિને શરૂ થશે. બે કલાકની મુસાફરી માત્ર 15 મિનિટમાં પૂરી થઈ જશે. શિંદેએ એમ પણ કહ્યું કે આનાથી મુંબઈકરોનો સમય બચશે.


CSR જર્નલ એક્સેલન્સ એવૉર્ડ વિતરણ સમારોહ નિવૃત્ત સૈનિકોનું સન્માન

CSR જર્નલ એક્સેલન્સ એવૉર્ડ વિતરણ સમારોહ 2023 આજે મુંબઈ સ્ટોક એક્સચેન્જ ખાતે યોજાયો હતો. આ એવૉર્ડ વિતરણ સમારોહમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદે હાજર રહ્યા હતા. આ એવૉર્ડ રાજ્યના વન, સાંસ્કૃતિક બાબતો અને મત્સ્યોદ્યોગ પ્રધાન સુધીર મુનગંટીવારને એનાયત કરવામાં આવ્યો હતો. સુધીર મુનગંટીવારને શ્રેષ્ઠ ગવર્નન્સ સિસ્ટમ બનાવવામાં સફળતા બદલ `ધ CSR જર્નલ ચેમ્પિયન ઑફ ગુડ ગવર્નન્સ` એનાયત કરવામાં આવ્યો હતો.


સુધીર મુનગંટીવારને રાજનાથ સિંહ અને એકનાથ શિંદે દ્વારા એવૉર્ડ આપવામાં આવ્યો હતો. સાંસદ શ્રીકાંત શિંદેને CSR જર્નલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. શ્રીકાંત શિંદે હાજર ન હોવાથી એકનાથ શિંદેએ એવોર્ડ સ્વીકાર્યો. આ એવોર્ડ યુવરાજ સિંહ (યુવરાજની માતાએ એવોર્ડ સ્વીકાર્યો), ભૂમિ પેડનેકરને આપવામાં આવ્યો હતો. ડૉ. રવીન્દ્ર કોલ્હે અને ડો.સ્મિતા કોલ્હેને સામાજિક કાર્યો માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

સમયસર કામ પૂરું કરશો તો ઇનામ મળશે, નહીં તો કાર્યવાહી કરાશે

બીએમસી અને રાજ્ય સરકારના સહયોગથી મુંબઈમાં અત્યારે ડેવલપમેન્ટનાં અનેક કામ ચાલી રહ્યાં છે. આ કામની સાઇટ પર અચાનક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે પહોંચતાં સૌ ચોંકી ઊઠ્યા હતા. મુખ્ય પ્રધાને જુહુ, વિલે પાર્લે, કાંદિવલી, ઘાટકોપર અને ટિળકનગર સહિત અંધેરીમાં ચાલી રહેલા ગોખલે બ્રિજની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે કૉન્ટ્રૅક્ટરોને કહ્યું હતું કે નિર્ધારિત સમય પહેલાં કામ પૂરું કરશો તો ઇનામ આપીશું, પણ મોડું થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આમ કહીને મુખ્ય પ્રધાને કૉન્ટ્રૅક્ટરોને કામ ઝડપથી પૂરાં કરવાનો ઇશારો કર્યો હતો. આ સમયે મુખ્ય પ્રધાને સફાઈ કર્મચારીઓની મુલાકાત કરી હતી અને સ્વચ્છતા અભિયાનમાં કરવામાં આવી રહેલા કામની માહિતી તેમની પાસેથી લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 06:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK