બાંદરાથી મરીન ડ્રાઇવ પણ સડસડાટ જઈ શકાશે. માત્ર ૧૨ જ મિનિટમાં મોટરિસ્ટ ૧૦.૫૮ કિલોમીટરનું આ અંતર કાપી શકશે
ફાઇલ તસવીર
બાંદરા સુધીનો કોસ્ટલ રોડ સંપૂર્ણ રીતે શરૂ કરી શકાય એ માટે બુધવારે સવારે બાંદરા-વરલી સી-લિન્કના બીજા ભાગને કોસ્ટલ રોડ સાથે જોડવા માટે ૬૦ મીટર લાંબો સ્પૅન ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો હતો. આ ઇન્સ્ટૉલેશન બાદ હવે એના પર કૉન્ક્રીટીકરણ સહિતનાં બીજાં કામ કરવામાં આવશે જે જાન્યુઆરી સુધીમાં પૂરાં થવાની શક્યતા છે. ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનામાં સી-લિન્કનો બાંદરાથી હાજી અલી સુધીનો ભાગ પણ શરૂ થઈ જશે. પરિણામે અત્યારે જે રીતે મરીન ડ્રાઇવથી સડસડાટ કોસ્ટલ રોડ પરથી બાંદરા આવી શકાય છે એ જ રીતે બાંદરાથી મરીન ડ્રાઇવ પણ સડસડાટ જઈ શકાશે. માત્ર ૧૨ જ મિનિટમાં મોટરિસ્ટ ૧૦.૫૮ કિલોમીટરનું આ અંતર કાપી શકશે.