ઉદ્ધવ ઠાકરેની બૅગ તપાસ્યા બાદ તેમણે આ મુદ્દે ઊહાપોહ કર્યો હતો
તપાસ વખતેની તસવીર
મહારાષ્ટ્રના હિંગોલીમાં ચૂંટણી સભાને સંબોધવા ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હેલિકૉપ્ટરની ચૂંટણીપંચના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેની બૅગ તપાસ્યા બાદ તેમણે આ મુદ્દે ઊહાપોહ કર્યો હતો. ત્યાર બાદ ચૂંટણીપંચ દ્વારા એક પછી એક તમામ નેતાઓનાં હેલિકૉપ્ટર અને બૅગની તપાસ શરૂ કરી છે. આ બાબતે અમિત શાહે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘આજે મહારાષ્ટ્રના હિંગોલી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન ચૂંટણીપંચના અધિકારીઓ દ્વારા મારા હેલિકૉપ્ટરની તપાસ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણીમાં વિશ્વાસ રાખે છે અને માનનીય ઇલેક્શન કમિશન દ્વારા બનાવવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરે છે. એક સ્વસ્થ ઇલેક્શન પ્રણાલીમાં આપણે બધાએ પોતાનું યોગદાન આપવું જોઈએ અને ભારતને વિશ્વનું સૌથી મજબૂત લોકતંત્ર બનાવી રાખવા માટે પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ.’