મહારાષ્ટ્રના રાજકારણમાં આવ્યો જબરદસ્ત ભૂકંપ. ગઈ કાલે સવારે સુપ્રીમ કોર્ટે ઠાકરે જૂથને ફટકો આપ્યા બાદ સાંજ સુધીમાં તો ચૂંટણી પંચે એકનાથ શિંદેના ગ્રુપને ઓરિજિનલ શિવસેના ગણાવીને પાર્ટીની સાથે ધનુષબાણ પણ આપી દીધું. ઉદ્ધવે આ નિર્ણયને લોકશાહી માટે ઘાતક..
Politics
ગઈ કાલે રાત્રે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી. પ્રદીપ ધિવાર
મુંબઈ : ચૂંટણી પંચે ગઈ કાલે એકનાથ શિંદેની આગેવાનીવાળા શિવસેનાના જૂથને સાચી શિવસેના ગણાવી હતી તેમ જ પક્ષનું ચિહ્ન ધનુષ બાણ પણ એમને સુપરત કર્યું હતું. લાંબા સમય સુધી ચાલેલી કાયદાકીય લડત બાદ ચૂંટણી પંચે ૭૮ પાનાંના આદેશમાં ઉદ્ધવ ઠાકરે જૂથને વિધાનસભાની પેટાચૂંટણી માટે મશાલનું ચિહ્ન ફાળવ્યું હતું.
ચૂંટણી પંચે કહ્યું હતું કે એકનાથ શિંદે પાસે ૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા ૫૫ વિધાનસભ્યો પૈકી ૭૬ ટકા મત છે તો ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે ૨૩.૫ ટકા મત છે. ચૂંટણી પંચના ત્રણ સભ્યોએ એકમતે આ આદેશ બહાર પાડ્યો હતો.
ણી સુધી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)નું આ નામ અને મશાલ આ બે ચિહન રહેશે. હાલ તો તેઓ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણયને પડકારશે, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ એમની અપીલને ન ગણકારી તો નવું નામ અને ચિહન લેવાં પડશે. મુંબઈ અને થાણે સુધરાઈની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યાર બાદ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ યોજાશે. આવા સંજોગોમાં ઉદ્ધવ જૂથ માટે પડકારો વધવાના છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘અમે કોઈનાથી ડરતા નથી. લોકોને ખબર છે કે અમે જ સાચી સેના છીએ. ચોરોને ઉજવણી કરવા દો. તેમની આ ઉજવણી થોડા સમય પૂરતી જ રહેશે. તેમણે તો માત્ર પેપરનું ધનુષબાણ ચોરી લીધું, પણ ખરું ધનુષબાણ અમારી પાસે જ છે જેની અમે રોજ પૂજા કરીએ છીએ.’
આટલું કહીને તેમણે એક ધનુષબાણની એક નાની પ્રતિકૃતિ પણ દેખાડી હતી, જેને બાળાસાહેબની પૂજાની ઓરડીમાં રાખવામાં આવે છે.
આ બધા વચ્ચે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સર્વેસર્વાએ એક જ વાક્યમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ નવું ચિહ્ન લેવું પડશે. એનાથી ઉદ્ધવની પાર્ટીને કંઈ ફરક નહીં પડે. ભૂતકાળમાં કાન્ગ્રેસનું ચિહ્ન ગાય-વાછરડું હતું.’
ADVERTISEMENT
એક વખત નામ જાય તો એ પાછું ન આવે ઃ રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ ગઈ કાલે શિવસેનાનું નામ અને ધનુષબાણનું ચિહન એકનાથ શિંદેને આપવાના લીધેલા નિર્ણયના મામલે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો અને એ માટે તેમણે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના એક વક્તવ્યનો એક ભાગ ટ્વીટ કર્યું હતું જે આ પ્રમાણે હતું...
નામ અને રૂપિયા
રૂપિયા આવે, રૂપિયા જાય
પાછો પણ આવે ...
પણ એક વખત નામ ગુમાવ્યું
એ પાછું ન આવે
એ આવી ન શકે
કાળાંબજારમાં પણ મળે નહીં
તેથી નામને જાળવી રાખો
નામને વધારે ફેલાવો
- શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરે