હૉસ્પિટલના ડીને જુહુ પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવા તેમના સ્ટાફને જણાવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સંચાલિત અંધેરી-વેસ્ટમાં આવેલી કૂપર હૉસ્પિટલ કૅમ્પસમાં રહેતા શ્વાનોને છેલ્લા ત્રણ દિવસથી ઝેર દઈને મારી નાખવામાં આવી રહ્યા હોવાનું બહાર આવતાં પ્રાણીપ્રેમીઓ રોષે ભરાયા છે. ગઈ કાલે એક દરદી સાથે કૂપર હૉસ્પિટલ આવેલા પ્રાણીપ્રેમીએ હૉસ્પિટલના સત્તાવાળાઓનું આ બાબતે ધ્યાન દોર્યું હતું અને એ રોકવા પગલાં લેવાની વિનંતી કરી હતી. એથી હવે આ બાબતે હૉસ્પિટલના ડીને જુહુ પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવા તેમના સ્ટાફને જણાવ્યું છે.