કળંબોલી સર્કલ પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) દ્વારા નવા ફ્લાયઓવર અને અન્ડરપાસ બનાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
કળંબોલી સર્કલ પાસે બાંધકામની શરૂઆત થવાની હોવાથી મુંબઈ-પુણે એક્સપ્રેસવેની પુણેથી મુંબઈ તરફની પનવેલ એક્ઝિટને છ મહિના સુધી બંધ કરી દેવાની જાહેરાત નવી મુંબઈ ટ્રૅફિક પોલીસે કરી હતી, પણ કોઈ પણ નિયોજન વગરની આ જાહેરાતને લીધે મંગળવારે સવારે ધસારાના સમયે દોઢ કલાક સુધી ટ્રૅફિક જૅમ થઈ જતાં આ એક્ઝિટ બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. કળંબોલી સર્કલ પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) દ્વારા નવા ફ્લાયઓવર અને અન્ડરપાસ બનાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પનવેલ એક્ઝિટ બંધ કરી દેવાથી પનવેલ, મુમ્બ્રા અને જેએનપીટી તરફનાં હળવાં અને ભારે વાહનોની અવરજવરને અસર થતી હોવાથી જાહેરાતના પહેલા જ દિવસે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

