Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનમાં યુવતીની છેડતી કરવા બદલ કોર્ટે પુરુષને એક દિવસની સજા ફટકારી

લોકલ ટ્રેનમાં યુવતીની છેડતી કરવા બદલ કોર્ટે પુરુષને એક દિવસની સજા ફટકારી

11 December, 2023 09:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની એક કોર્ટે ૨૦૧૯માં સબર્બન લોકલ ટ્રેનમાં એક યુવતીની છેડતી કરનારા ૪૯ વર્ષના પુરુષને એક દિવસની સજા ફટકારી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : મુંબઈની એક કોર્ટે ૨૦૧૯માં સબર્બન લોકલ ટ્રેનમાં એક યુવતીની છેડતી કરનારા ૪૯ વર્ષના પુરુષને એક દિવસની સજા ફટકારી હતી. ચોથી ડિસેમ્બરના આદેશમાં મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ બી. કે. ગાવંડેએ જણાવ્યું હતું કે આ ગુનો ઘૃણાસ્પદ છે તેથી આરોપીને પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં. યુવતી ૧૩ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે આરોપીએ તેની વારંવાર છેડતી કરી હતી. ત્યાર બાદ યુવતી અને તેનો ભાઈ આરોપીને બાંદરા રેલવે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે ‘યુવતી આપેલી માહિતીથી એ સાબિત થાય છે કે આરોપીએ આ કૃત્ય (છેડતી) ઇરાદાથી અને યુવતીનો ચોક્કસપણે વિનયભંગ થશે એ જાણતો હોવા છતાં કર્યું હતું. ફરિયાદી પક્ષે એ સાબિત કર્યું છે કે આરોપીએ આઇપીસીની કલમ ૩૫૪ હેઠળ ગુનો કર્યો છે અને આરોપીનો ઇરાદો વધુ ખરાબ હોઈ શકે છે.’ કોર્ટે તેને એક દિવસની સજા સાથે ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2023 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK