બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં સીબીઆઇ દ્વારા રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને પિતા વિરુદ્ધ જારી કરાયેલા લુકઆઉટ સર્ક્યુલર્સને રદ કર્યા હતા.
રિયા ચક્રવર્તી
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં સીબીઆઇ દ્વારા રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને પિતા વિરુદ્ધ જારી કરાયેલા લુકઆઉટ સર્ક્યુલર્સને રદ કર્યા હતા. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક અને તેમના પિતા ઇન્દ્રજિત દ્વારા દાખલ કરવામાં આવેલી લુકઆઉટ નોટિસ સામેની અરજીઓને મંજૂરી આપી હતી. તેમની વિરુદ્ધ ઑગસ્ટ ૨૦૨૦માં એલઓસી જારી કરવામાં આવ્યા હતા. સીબીઆઇના ઍડ્વોકેટ શ્રીરામ શિરસાટે કોર્ટને વિનંતી કરી હતી કે તે ચાર અઠવાડિયાં માટે તેમના આદેશની કામગીરી પર રોક લગાવે જેથી એજન્સી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે. જોકે હાઈ કોર્ટની બેન્ચે એના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

