બાંદરા-વરલી સી-લિન્ક સુધીનો કોસ્ટલ રોડ સવારના સાતથી રાતના ૧૨વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
કોસ્ટલ રોડ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવો કોસ્ટલ રોડ આજથી અઠવાડિયાના સાતેય દિવસ સવારના સાતથી રાતના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. ગણેશોત્સવ દરમ્યાન લોકોની સુવિધા માટે એ ૨૪ કલાક ખુલ્લો રખાયો હતો. હવે એ રાતના બારથી સવારના ૭ વાગ્યા સુધી બંધ રહેશે.
વરલીથી સાઉથ મુંબઈ જતી લેન પર વરલીના બિન્દુ માધવ ઠાકરે ચોક, રજની પટેલ ચોક (લોટસ જંક્શન), અમર સન્સ બ્રીચ કૅન્ડીથી મરીન ડ્રાઇવ સુધીનો તથા નૉર્થ બાઉન્ડ લેન પર મરીન ડ્રાઇવ, હાજી અલીથી રજની પટેલ ચોક (લોટસ જંક્શન) અને ત્યાંથી બાંદરા-વરલી સી-લિન્ક સુધીનો કોસ્ટલ રોડ સવારના સાતથી રાતના ૧૨વાગ્યા સુધી ખુલ્લો રહેશે.