શરદ પવારને રાજ્ય સરકારની ઝેડ પ્લસ સિક્યૉરિટી છે અને હવે કેન્દ્ર સરકારે પણ આવી સિક્યૉરિટી આપવાનો નિર્ણય લીધો છે
શરદ પવાર
થોડા સમય પહેલાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવાર મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલના આંદોલન-સ્થળે ગયા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમની કારના કાફલાને રોકીને કાળા ઝંડા દેખાડ્યા હતા. ભવિષ્યમાં આરક્ષણ તથા OBC આરક્ષણના મામલે માહોલ ગરમ થઈ શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શરદ પવારની સિક્યૉરિટીમાં વધારો કરીને ઝેડ પ્લસ કરી છે. શરદ પવારને રાજ્ય સરકારની ઝેડ પ્લસ સિક્યૉરિટી છે અને હવે કેન્દ્ર સરકારે પણ આવી સિક્યૉરિટી આપવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના અધિકારીઓએ શરદ પવારની મુલાકાત કરી હતી અને તેમને ઝેડ પ્લસની સિક્યૉરિટી આપવા બાબતે ચર્ચા કરી હતી. શરદ પવારે આ સિક્યૉરિટી સ્વીકારી હોવાનું જાણવા મળ્યું હતું.