કિડનીના દરદીને પ્રાેત્સાહિત કરવા અને તેમને તન અને મનથી પૉઝિટિવ રહેવાનો સંદેશો આપવા ૧૪ વર્ષ પહેલાં તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર બાઇક મેકૅનિક મોટરબાઇક પર અંધેરીથી કાઠમાંડુ ૫૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરવા નીકળ્યો
સાંતાક્રુઝના વાકોલામાં રહેતો બાઇક-મેકૅનિક ૪૮ વર્ષનો વિનોદ વિશ્વકર્મા.
માણસને જીવન જીવવાની જિજીવિષા હોય અને તે તન અને મનથી પૉઝિટિવ હોય તો જીવનમાં ગમે એવું તોફાન આવે તો પણ એમાંથી પાર ઊતરી જાય છે. આવો જ એક માનવી એટલે સાંતાક્રુઝના વાકોલામાં રહેતો ૪૮ વર્ષનો બાઇક-મેકૅનિક વિનોદ વિશ્વકર્મા. વિનોદ વિશ્વકર્માએ ૧૪ વર્ષ પહેલાં તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. તેના ટ્રાન્સપ્લાન્ટના બીજા જ વર્ષથી વિનોદ દેશના અનેક ભાગોમાં કિડનીના દરદીઓને પ્રાત્સાહિત કરવા અને તેમને તન અને મનથી પૉઝિટિવ રહેવાનો સંદેશો આપવા બાઇક પર ફરતો રહે છે. અત્યાર સુધીમાં તે બે લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યો છે. શનિવારે સવારે છ વાગ્યે વિજય આ જ સંદેશો લઈને તેની મોટરબાઇક પર અંધેરીથી કાઠમાંડુ ૫૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરવા નીકળ્યો છે.