Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પહેલી એપ્રિલથી વીજળીના દરમાં થયેલો વધારો અમલમાં આવ્યો

પહેલી એપ્રિલથી વીજળીના દરમાં થયેલો વધારો અમલમાં આવ્યો

03 April, 2024 07:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BESTની વીજળીના દર મુખ્યત્વે શૂન્યથી ૧૦૦ યુનિટ અને ૧૦૧થી ૩૦૦ યુનિટ વાપરનારા ઘરગથ્થુ ગ્રાહકોના વધારે વધ્યા છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દક્ષિણ મુંબઈના ૧૦.૫ લાખ ગ્રાહકોને વીજળી પૂરી પાડતી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સ્પલાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) પ્રશાસને પહેલી એપ્રિલથી વીજળીના દરમાં સરેરાશ ૨૦ ટકાનો વધારો કર્યો છે. BESTની સાથે જ તાતા, અદાણી અને મહાવિતરણ કંપનીની વીજળીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. તમામ વીજળી કંપનીઓના દર ૧ એપ્રિલ ૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી લાગુ રહેશે.
વીજળી વિતરણ કંપનીઓના વીજળીના દરોની દર પાંચ વર્ષે સમીક્ષા થયા બાદ નવા દર લાગુ કરાય છે. હાલના દર ૨૦૨૦-’૨૧થી ૨૦૨૪-’૨૫ માટે નિશ્ચિત કરાયા છે. આ દર વિશે ગયા માર્ચ મહિનામાં ફેરસમીક્ષા કરાઈ અને એ જ વખતે ૨૦૨૩-’૨૪ અને ૨૦૨૪-’૨૫ના દર જાહેર કરી દેવાયા હતા. એ મુજબ BESTનો વીજળી ચાર્જ, વધારાનો વહન ચાર્જ અને અન્ય દર સહિત મળીને વેરિએબલ ચાર્જના નામે રહેલા વીજદરની પહેલી બે શ્રેણીમાં મોટો વધારો કરાયો છે.


BESTની વીજળીના દર મુખ્યત્વે શૂન્યથી ૧૦૦ યુનિટ અને ૧૦૧થી ૩૦૦ યુનિટ વાપરનારા ઘરગથ્થુ ગ્રાહકોના વધારે વધ્યા છે. વધારે વીજળી વાપરનારા ગ્રાહકો પર નામમાત્ર વધારો થયો છે. ૫૦૦ યુનિટથી વધારે વીજળી વાપરનારા ગ્રાહકોના દરમાં ૩૩ પૈસાનો ઘટાડો થયો છે.



બીજી તરફ ઉપનગરોમાં આશરે ૩૦ લાખ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડતી અદાણી ઇલેક્ટ્રિસિટીએ ખૂબ જ ઓછો ભાવવધારો કર્યો છે. મુંબઈનાં બે ઉપનગરો અને થાણે સહિત આખા મહારાષ્ટ્રમાં વીજપુરવઠો પૂરી પાડતી મહાવિતરણે સરેરાશ પાંચથી ૬ ટકાનો ભાવવધારો કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK