અમ્બરગ્રીસના નામે ઓળખાતા આ પદાર્થનો ઉપયોગ લક્ઝરી પરફ્યુમ્સ બનાવવામાં થતો હોવાથી ઇન્ટરનૅશનલ માર્કેટમાં એની ખાસી ડિમાન્ડ છે
પ્રતીકાત્મક તસવીર
થાણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખબરીઓ પાસેથી મળેલી બાતમીના આધારે રાબોડી વિસ્તારમાં રેઇડ પાડીને એક વ્યક્તિને પાંચ કરોડ રૂપિયાની કિંમતના અમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) સાથે પકડ્યો હતો.
વ્હેલ માછલીની ઊલટીનો લક્ઝરી પરફ્યુમ્સમાં ઉપયોગ થતો હોવાથી ઇન્ટરનૅશનલ માર્કેટમાં એની જોરદાર ડિમાન્ડ છે અને આ જ કારણસર એની કિંમત પણ વધારે છે. આને લીધે જ ઘણા લોકો એનો ગેરકાયદે બિઝનેસ કરતા હોય છે.
ADVERTISEMENT
સોમવારે રાત્રે પોલીસે પુણેના ૫૩ વર્ષના રહેવાસી નીતીન મોરેલુને પકડીને તેની પાસેથી ૫.૪૮૦ કિલો અમ્બરગ્રીસ જપ્ત કર્યું હતું જેની કિંમત પાંચ કરોડ રૂપિયા છે. આરોપી અમ્બરગ્રીસ કોની પાસેથી લાવ્યો હતો અને કોને એ વેચવાનો હતો એની પોલીસ તપાસ કરી રહી છે.